________________
(xii)
મૂર્તિમાન મોક્ષ
શ્રીજીએ શ્રી ધારસીભાઈને કહેલું કે “શ્રીને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે” શ્રી આત્મસ્વરૂપ થઈને કહે છે કે “મારા કહેવાથી તમે શ્રીજી આત્મસ્વરૂપ છે તેવું માનો’” અને તે આત્મસ્વરૂપ કેવું છે તે જાણવા માટે “એણે કહ્યું તે સાચું છે, તે જ સ્વરૂપ હું છું.” તેવું માનો તો વહેલે મોડે આવરણ ટળે તમે તે રૂપ થશો. બાકી બીજી રીતે કલ્પનાથી માનવા જશો તો કદી નિશ્ચય થશે નહિ. આટલું જ દૃઢ થઈ જાય તો “મૂર્તિમાન મોક્ષ'' મલ્યા જેવું છે.
પ્રત્યક્ષ સત્પુરુષ
પ્રત્યક્ષ સત્પુરુષ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ‘પ્રત્યક્ષ સત્પુરુષ’’ નો જોગ નહીં હતો તે જોગ શ્રીજીના આવાગમનથી બની આવ્યો. શ્રીજી પ્રગટ દીવારૂપે હતા-પ્રગટ આત્મા હતા. પ્રત્યક્ષ જ્ઞાની હતા; તેથી પુણ્ય પ્રગટ કરવાનો એવો પ્રગટ માર્ગ કહી શક્યા કે “કોઈને એક અંશ શાતાથી માંડી પૂર્ણ કામના સુધીની સર્વ સમાધિ’' જોઈતી હોય તો તેનું કારણ ‘પ્રત્યક્ષ સત્પુરુષ જ છે.’’ આ બધી મર્મની વાત શ્રીએ જીવનમાં ઉતારી તે મર્મનો ભેદ ઉઘાડી રીતે સમજાવ્યો છે.
શ્રીજીએ મોક્ષમાર્ગ બહુ લોપ થયેલો જોયો અને આત્માર્થી થઈને વિચાર કરે તે માટે તે માર્ગ ગોપવ્યા વિના તેમણે પ્રગટ કહ્યો અને તે માર્ગનો મર્મ સમજી, સિદ્ધ કરી, તે માર્ગ શ્રીએ પ્રગટ કહી સંભળાવ્યો. શ્રી કોઈ અદ્ભુત શૈલીથી કહેતા કે ‘‘અમે બધે આત્મા જોઈએ છીએ અને આત્માને વાત કરીએ છીએ’’ એટલે જે કોઈ તેમનું વચન સાંભળે તે આત્મારૂપે થયા પછી સાંભળે તો આત્મવિચાર ઉગ્યા વિના રહે નહીં, આત્મવિચાર ઊગે તો સ્વચ્છંદ રોકાયા વિના રહે નહીં; અને સ્વચ્છંદ રોકાય તો અનંતા જીવો જે માર્ગે મોક્ષ ગયા છે તેને માર્ગ તે આ કાળમાં મળી આવે. આ બધાનું
(૧) ધામણવાળા શ્રી કાળાભાઈને ગાંધીજીએ કહેલું :- હિંદુસ્તાનમાં સૂર્ય ઊગ્યો છે, એટલે કે શ્રીજી. તેથી તેઓ હિંદુસ્તાનમાં આવ્યા.