________________
(xi)
આગ્રહપૂર્વક વિનંતી કરી તેથી શ્રીએ ગુજરાતમાં પાછા આવવા કબૂલ કર્યું અને સં.૧૯૭૪માં આવ્યા; અને ત્યારથી મુમુક્ષુઓની સંખ્યા વધવા માંડી અને ‘‘ભક્તિયુગ’’ શરૂ થયો હોય તેવી રીતે લોકોનો ભક્તિમાં અપૂર્વ ઉત્સાહ ફેલાવા માંડયો. નાર, સીમરડા, કાવીઠા, સંદેસરમાં એવા ભક્તિના પ્રસંગો બનેલાં કે જેઓ તે ભક્તિમાં હાજર હતાં તેમની પાસેથી વર્ણન સાંભળીને અજાયબ પામી જવાય તેવો પ્રસંગ બન્યો છે તેવું લાગ્યા વિના રહે નહી.
પૂનાથી માર્ગ પ્રગટ
પછી શ્રી પૂના પધાર્યાં. શ્રીજીના નિર્વાણ પછી પૂના પધાર્યા ત્યાં સુધી ‘‘વીતરાગ માર્ગ પ્રગટ કરવાનું’’ જે યોગબળ ભરી રાખેલું તેનો ઉપયોગ શ્રીએ પૂનામાં કર્યો અને એક જ સૂત્રથી વીતરાગ ધર્મની પરંપરા અનુસાર ‘‘સંતના કહેવાથી મારે પ. રૃ. દેવની આજ્ઞા માન્ય છે’’ વીતરાગ માર્ગ ખરા સ્વરૂપમાં પ્રગટ કર્યો. આ માર્ગ આ કાળમાં એવી રીતે શ્રીએ પ્રગટ કર્યો છે કે આરાધકને મોક્ષમાર્ગના દરવાજાં ઉઘાડાં થયાં છે તેવું લાગ્યા વિના રહે નહિ અને ઓઘે પણ આ પ્રતિજ્ઞા લે તો તેને માટે મનુષ્ય અને દેવગતિ સિવાય બીજી ગતિ બંધ થયા જેવું છે.
સ્વરૂપ પ્રાપ્તિ માટે આ પ્રતિજ્ઞા કરવાની છે.
શ્રીએ પૂનામાં જણાવેલું કે :- પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે; અને પછી પ્રતિજ્ઞા લેવડાવેલી “સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે.’’
આખો વીતરાગ માર્ગ સ્વરૂપ પ્રાપ્તિ માટે છે. તે સ્વરૂપ પ્રાપ્તિ “સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે” તેટલી પ્રતિજ્ઞામાં આવી જાય છે અને પછી છેલ્લા શ્વાસોશ્વાસ સુધી આ જ માર્ગની પ્રભાવના છેવટે બોલાતું નહિ ત્યારે હાથના ઈશારાથી પણ કરી છે.
1