________________
(૧૮૮)
ઢાળ છઠ્ઠી
છઠ્ઠી કાંતા દૃષ્ટિ-વિચાર
અચપલ રોગરહિત નિપુર નહિ, અલ્પ હોય દોય નીતિ;
ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું.
ધીર પ્રભાવીરે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત;
લાભ ઈષ્ટનોરે દ્વંદ્વ અધૃષ્ટતા
જન પ્રિયતા હોય નિત્ય.
નાશ દોષનોરે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ;
નાશ વૈરનોરે બુદ્ધિ શતંભરા,
એ નિષ્પન્નહ યોગ.
ચિન્હ યોગનાંરે જે પરગ્રંથમાં, યોગાચારય દિઠ;
પંચમ ષ્ટિ થકી સવિ જોડીએ,
એહવા તેહ ગરિષ્ઠ.
છકિ દિષ્ઠિરે હવે કાંતા કહું,
તિહાં તારાભ-પ્રકાશ,
તત્ત્વમીમાંસારે દૃઢ હોયે ધારણા.
નહીં અન્ય શ્રુત વાસ.
૧
ધન.ર
ધન ૩
ધન ૪
ધન. ૫