________________
(૧૮૭) - શબ્દ ભેદ ઝગડો કિસ્સોજી, પરમારથ જો એક; કહો ગંગા કહો સુર નદીજ, વસ્તુ ફરે નહીં છેક. - મન. ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મટેછે, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝગડા મોટા તણોજી, મુનિને કવણ અભ્યાસ મન. ૨૨ અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન. ૨૩
ઢાળ-પાંચમી
પાંચમી સ્થિરા દષ્ટિ-વિચાર દષ્ટિ ચિરામાંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણોરે; ભાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. એ ગુણ વીરતણો ન વિસારું, સંભારું દિનરાતરે; પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાતરે. એ ગુણ. બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસેરે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસેરે એ. વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારોરે. એ. શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે; ધર્મ જનિત પણ ભોગ ઇંહાં તેમ, લાગે અનિષ્ટ તે મનનેરે. એ. અંશે હોય ઈહાં અવિનાશી પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશીરે ? એ.