________________
(૧૬૫)
૨૧ કર્મશત્રુથી બચવા પ્રાર્થના -
ચૈતન્યની ઉન્નતિ-ક્ષય કરતો, શાશ્વત્ શત્રુ તો કર્મ, નિષ્કર્મ નાથ, અવસ્થા આપણી, એક જ જે શુદ્ધ ધર્મ; કર્મ દુષ્ટ બિનકારણ વૈરી, ભેદી કરો દૂર છેદીસંતની રક્ષા ને દુષ્ટ-શિક્ષા-ધર્મ, ન્યાયી પ્રભુનો અનાદિ હે ! ગુરુરાજ.
૨૨ ભેદવિજ્ઞાનથી નિર્વિકાર ભાવના
-
હું
આધિ, વ્યાધિ, જરા મૃત્યુ આદિ તો, શરીર કેરાં સંબંધી, એ જડ શું કરી શકે કહો મને ? ભગવાન ભિન્ન હું એથી; મેઘ અનેક આકારે વિકારો, કરી ફરે નભમાંહિ, તો પણ નભસ્વરૂપ ફરે ના, અરૂપીને નડે ન કાંઈ. હે ! ગુરુરાજ.
૨૩ સંતાપ અને શાંતિનાં નિમિત્ત -
સ્થળ પર તરફડે માછલી તેમ જ, ભવ-દાવાનળ બાળે, ત્રિવિધ તાપનો દાહ સહું હું, નાથ સદા સંસારે; સુખી પરમ રહું જ્યાં લગી લીન છે, હૃદય સમર્પિત મારું, કરુણા-જલના સંગે શીતળ, પદપંકજ જ્યાં તમારું હે ! ગુરુરાજ.
૧. ચૈતન્યની ઉન્નતીનો નાશ કરનાર વિના કારણ સદાના વૈરી એવા દુષ્ટ કર્મોએ મારામાં તથા આપમાં ભેદ પાડયો છે. ૨. પ્રભુનો એ ધર્મ છે કે સજ્જનોની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો. ૩. કરુણારૂપી જળના સંગથી અત્યંત શીતળ આપના ચરણ કમળમાં મારું મન લાગી રહે ત્યાં સુધી હું અત્યંત સુખી રહું છું.