________________
(૧૬૪)
નાના-નાના નાના નાનકડા નામના કરી
૧૮ અનિત્ય ભાવનાથી નિત્યમાં વાસ - વાયુથી જલધિના જલમાં ઉછળતા, ક્ષણભંગુર મોજાં પ્રમાણે, ક્ષણભંગુર આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને; સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઈચ્છ, વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે.
હે! ગુરુરાજ. ૧૯ શુભાશુભ ભાવરૂપ સંસાર અને શુદ્ધ ભાવરૂપ પરમાત્મા - પાપ અશુભ ઉપયોગથી થાતાં, દુ:ખ પામે જન તેથી, શુભ ઉપયોગે ધર્મ થતાં કંઈ, આવી મળે સુખ એથી; પાપ પુણ્યનાં ઢંઢરૂપે આ, સંસારમાં સહુ બને, નિત્યાનંદ મળ્યું પદ તમને, શુદ્ધ ઉપયોગે હો મને
હે! ગુરુરાજ. ૨૦ અસંગ, શુદ્ધસ્વરૂપજે નથી સ્થિત અંદર કે બાહેર, નહિ ભૂલ, સૂક્ષ્મ, દિશામાં, ભારે નથી, હલકી નથી, કે નાસ્ત્રી, નર કે નપુંસકમાં; જેને નથી કર્મ, સ્પર્શ, શરીર રૂપ, ગંધ, સંખ્યા, વ્યવહાર, નિર્મળ સમ્યકજ્ઞાન-દર્શનરૂપ જ્યોતિ હું આત્માકાર.
હે ! ગુરુરાજ.
૧. બરાબર વિચાર કરીને. ૨. આપ એ પદમાં નિવાસ કરી રહ્યા છો. હું પણ એ પદમાં નિવાસ કરું એ ભાવના છે. ૩. તે તો સમ્યકજ્ઞાન, સમ્યફદર્શનની મૂર્તિરૂપ ઉત્કૃષ્ટ નિર્મળ છે. એ આત્મરૂપ જ્યોતીથી ભીન્ન હું નથી પરંતુ તદાકાર તન્મય છું.