________________
wikસ
(૧૩૮) પાણી, કીડીનાં દર, સેવાળ, કાચુ પાણી, માટી કે કરોળિયાની જાળ વગેરે ચંપાયા હોય,
જતાં આવતાં મારા વડે જે કોઈ એકેંદ્રિય, બેઇંદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય કે પંચેંદ્રિય જીવોની વિરાધના થઈ હોય,
જતાં આવતાં મારા વડે જીવો ઠોકરે મરાયા હોય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભોય સાથે ઘસાયા હોય, અરસ-પરસ શરીરો વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય,બીવરાવાયા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે પ્રાણથી છૂટા કરાયા હોય અને તેથી જે કંઈ પાપ લાગ્યું હોય તે મારું પાપ નિષ્ફળ થાઓ
ઉત્તરકરણ-સુનં-તસ્સ ઉતરી’ સૂત્ર તે ઐર્યાપથિકી વિરાધનાના પરિણામે ઉત્પન્ન થયેલાં પાપ કર્મોનો સંપૂર્ણ ઉચ્છદ, પ્રાયશ્ચિત, પરિણામની શુદ્ધિ અને માયાદિક ત્રણ શલ્યના, ત્યાગરૂપ ઉત્તરક્રિયા વડે કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું,
“અન્નત્ય સિસિએણ” સૂત્ર શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ભ્રમરી આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સુક્ષ્મ રીતે સ્કૂરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દષ્ટિ સૂક્ષ્મ રીતે ફરકી જવાથી, તથા અગ્નિ-સ્પર્શ, શરીર છેદન અથવા સન્મુખ થતો પંચંદ્રિયવધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પ-દંશ એ કારણો ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાજિત થાય નહિ એવી સમજ સાથે હું ઊભો રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને