________________
(૧૩૯)
ધ્યાનમાં જોડું છું અને જ્યાં સુધી ‘‘નમો અરિહન્નાણું” એ પદ બોલીને કાયોત્સર્ગ પારું નહિ ત્યાં સુધી મારા શરીરનો સંપૂર્ણ ત્યાગ કરું છું.
*
“લોગસ્સ-નામસ્તવ” સૂત્ર
૧. ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા અને કેવલ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા ચોવીસનું તથા અન્ય તીર્થંકરોનું પણ હું કીર્તન કરીશ.
૨. શ્રી ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામિ, સુમતિનાથ, પ્રશ્નપ્રભ, સુપાર્શ્વનાથ, અને ચન્દ્રપ્રભને વંદન કરું છું.
૩. શ્રી સુવિધિનાથ, (યા પુષ્પદંત) શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, તથા શાંતિનાથને હું વંદન કરું
છું.
૪. શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, મિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન સ્વામી (એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું.
૫. એવી રીતે મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા ચોવીસ તથા અન્ય જિનવર તીર્થંકરો મારા પર પ્રસન્ન થાઓ.
૬. જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ લોકો વડે કીર્તન કરાયેલા,વંદન કરાયેલા અને પૂજાયેલા છે, તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ પામતી સ્થિતિ આપો.
૭. ચંદ્રો કરતાં વધારે નિર્મળ, સર્વે સૂર્યોથી વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતા વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.
*