________________
..
પાના, મન
મારા નાના
(૧૨૮) - શક્તિ પ્રગટ થાય ત્યારે સિદ્ધ કહેવાય.
નિશ્ચય વાણી અગ્નિ જેવી છે – કોઈ હાથથી અગ્નિ પકડવા જાય તો બળી જાય – તેને પકડવા માટે સાંડસી જેવું નિમિત્ત જોઈએ - તે નિમિત્ત ગુરુ પાસે છે.
લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે. તું તો બીજે પરિણમી રહ્યો છે એટલે તને કંઈ ભાન નથી તેથી તું તો તેની પ્રાપ્તિનો ભાવ રાખે તેવો ભાવ રાખવાનું ફળ કહ્યું જાય તેમ નથી. કેટલાક લોકો જ્ઞાનીના વચન બોલી જાય છે પણ તેવું બોલતાં જ્ઞાન હોતું નથી, પણ અહંભાવ હોય છે – આ જેવી તેવી ચેતવણી નથી-જ્ઞાનીના વચન બોલી જાય છે પણ ગમ નથી. જ્ઞાનીના વચન બોલવા પણ તેમાં પરિણમવું નહીં તે જ ગચ્છમત છે. ગચ્છમત બીજા નહીં સમજવા.
હાથીની જેમ દોડ ન કર - નામ ઉપર લક્ષ ન રાખ. નામથી તો કોઈ લક્ષ્મી, કોઈ પ્રભુ, કોઈ જૂઠો કહેવાય છે. તને કંઈ થાય છે તો તું તરત રાડ પાડે છે. રાડ પાડતો હોય ત્યાં સરત રાખ- તું સન્મુખ દષ્ટિ રાખ.
તારાથી ક્રિયા થતી નથી તેને માટે ઉદાસીનતા અને ખેદ રાખ. આ જ કરવા જેવું છે.
કોઈ કહેશે પાટલે બેસી નાયો’ તો સારું લાગે અને જરી બીજું કહે કે ખોટું લાગે. અંતરક્રિયાનું ભાન નથી તારે તો ખેદ, ખેદ, ને ઉદાસીનતા રાખવી એટલે એની મેળે હલકો થતો જઈશ. દષ્ટિ સન્મુખ રાખજે.
ઘણાં શાસ્ત્ર વાંચ્યા છે પણ હવે એટલામાંથી લક્ષ લે. દરિયાનું ખારું પાણી શું કરવાનું ? મીઠા પાણીનો એક ઘડો હોય તો તરસ છીપે. માટે વાંચેલામાંથી લક્ષ લે.
પુસ્તકમાં જે છે તે લખ્યું છે – તું સિદ્ધ છે – પણ તારા ભાવ પરિણામ જો.
શ્રીજીએ શ્રીને કહેવડાવેલું - “વૃત્તિ રોકે.”
છે