________________
(૭૯)
શંકા
શિષ્ય ઉવાચ આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર, સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય ૬૧
સમાધાન
સદ્ગુરુ ઉવાચ
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬ર જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પતિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬