________________
રૂ ! પછી સ્વર્ગનું પ્રભુને સમજી યુદ્ધમાં જશે તે તેમને સ્વર્ગ મળવાને કદી: પર્ણ સંભવ નથી અને એ પ્રલોભનની વાત કહેનારા મિથ્યાભાષી છે. આ બધી હકીકત ભગવાને ભગવતીસૂત્રના સાતમા શતકના નવમાં ઉદ્દેશકમાં તથા નિરયાલીસૂત્રમાં પણ જણાવેલી છે. . . . : - આજકાલ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ પ્રસંગે જે મોટી ધમાલ ચાલે છે અને સૂર્ય વ ચંદ્ર રાહુને સ્પર્શ થતાં અભડાઈ જાય છે, રાહ એક ચાંડાળ છે, આવી માન્યતા આપણું દેશમાં વિજ્ઞાનના આ યુગમાં ય જોરદાર રીતે પ્રચલિત છે તેમ તેમના જમાનામાં પણ એજ ધમાલ અને ધાંધલ પ્રવર્તતાં હતા, તે બાબતે પિતાના સમયમાં ભૂગોળખળ વિશે જે મચંતાઓ પ્રચલિત હતી તેમને લક્ષ્યમાં રાખીને તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું છે કે રાહુ કેઈ ચાંડાળ નથી વા પાપી નથી. એ તે ગતિમાન એક ગ્રહ છે, જે સંગવશાતે સૂર્યની આડે અથવા ચંદ્રની આડે આવી જાય છે, તેથી પેંડા વખત સૂર્ય કે ચંદ્ર ઢંકાઈ જાય છે. એ માટે આવા ધાંધલની જરા પણ જરૂર નથી. ગ્રહણું વિશે તેમનું આ પ્રવચન વ્યાખ્યાપ્રતિ –ર્ભગવતીસત્રમાં (શતક ૧૨, ઉદેશક ૬) પ્રફને રપે સચેવાયેલ છે. : - કેવળ જાતિને લીધે પ્રચલિત થયેલી ઉચ્ચ-નીચની ભાવનાને તેમણે સર્વથા ઈન્કાર કરેલ છે