________________
અર્થાત બ્રાહ્મણત્વનું કારણ ચારિત્ર જ છે. બીજાં કાઈ એટલે બ્રાહ્મણીની કુક્ષિથી જન્મ લે, સંસ્કાર, વિદ્યા, કે સંતતિ–તેમાંનું કોઈ કારણુ બ્રાહ્મણત્વનું નથી. સર્વ વર્ગોમાં કોઈ જાતની વિશેષતા નથી. આખું જગત બ્રહ્માએ સરજેલું છે, માટે “બ્રાહ્મ' છે. તે બ્રાહ્મ જગત જુદાં જુદાં કર્મો વડે જુદી જુદી વર્ણરૂપતાને પામેલું છે. ભારતવર્ષની પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રમુખપરંપરાઓ આવી સ્પષ્ટ હકીકત કહે છે; છતાં આપણું લોકોનું બ્રાહ્મણત્વના મૂળને લગતું અજ્ઞાન હજુ સુધી ખસતું નથી એ ભારે આશ્ચર્યની વાત છે. જેમ ઉગ્યતા કે શિષ્ટતા જન્મથી સાંપડતી નથી, તેમ નીયતા પણ અમુક જાતિઓમાં જન્મ લેવાને કારણે જ છે એ પણ તદ્દન અસત્ય છે. આ હકીકત પણ ઉપરની ત્રણે પરંપરાઓ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે; છતાં આપણી પ્રજાનું દેવું અને કેટલું બધું ઘર અજ્ઞાન છે, કે તે પોતે પોતાનાં શાસ્ત્રવાકયોની પણ અવગણના કરે છે અને અસ્પૃશ્યતાના ભૂતને હજુ લગી છેડી શકતી નથી.
ધમ્મપદમાં બદાણવર્ગની પહેલાં એક મિgવર્ગ છે. તેમાં ભિક્ષનું–ત્યાગીનું સંન્યાસીનું વાસ્તવિક રવરૂપ બતાવેલું છે. ભિક્ષુનું આવું જ સ્વરૂપ “મહાભારત'ને શાંતિપર્વમાં પણ સ્થળે સ્થળે નિરપેલું છે અને જૈનસૂત્રોમાં તે તે પદે પદે જણાવેલું છે, એટલું જ નહિ, પણ દશવૈકાલિક સૂરમાં તો તે ભિલું કહેવાય એવું છેલ્લું વાક્ય મૂકીને દશમાં અધ્યયનમાં ૨૧ ગાથાઓ દ્વારા ભિક્ષુનું ખરું સ્વરૂપ બતાવેલું છે. ત્રણ પરંપરાને અનુસરતી આપણી પ્રજા એ વિશે સવિશેષ લક્ષ્ય કરે, તો ભિક્ષુ વિશેનું તેનું ઘોર અજ્ઞાન ટળી જાય અને વર્તમાન ભિસંસ્થા પણ પ્રજાને ઉપયોગી નીવડે.
ધમ્મપદમાં બારમે “અત્તવષ્ણ' છે. “અત્ત' એટલે આત્મા. આ વર્ગમાં આત્માને સંયમમાં રાખવું વગેરે અનેક હકીકત કહેલી છે. “આત્મા જ આત્માને નાથ છે, બીજો કોઈ તેને નાથ નથી” એવું કહીને આત્માના અગાધ સામર્થને પણ વિચાર તેમાં કરેલ છે. પાપ-પુણ્યનો કર્તા આત્મા છે અને તેનાં ફળ ભોગવનાર પણ આત્મા છે, એ પ્રકારના અનેક જાતના વિચારો આ વર્ગમાં બતાવેલા