________________
બૌદ્ધપરંપરાનો આ ધમ્મપદ ગ્રંથ વાચકોની સામે જ છે. એટલે એમાંથી કોઈ વચનો લઈને અહીં આપ નથી, બાકી, ઉપર મહાભારતમાં અને “આચારસંગમાં જે ભાવમાં વચનો કહ્યાં છે, તે જ ભાવનાં વચને ધમ્મપદમાં ભય' પડ્યાં છે; એટલે વાચકો પિતાની મેળે જ એની તુલના કરી શકશે.
ઉપર આપેલાં વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાઓનાં વચનથી એ સ્પષ્ટ થાય છે, કે આપણું મહાકવિના કહેવા પ્રમાણે એ ત્રણે પરંપરાના પ્રાચીન ગ્રંથે સમગ્ર ભારતવર્ષના મનને પરિચય આપે છે. આર્ય ભાષાઓના પ્રવાહે જુદા જુદા ફંટાયા છે; છતાં કોઈ પણ પ્રખર ભાષાશાસ્ત્રી તે જુદા જુદા પ્રવાહોનું પરસ્પર તોલન કરીને એમ કહી શકે એમ છે, કે એ તમામ આર્ય ભાષાઓના મૂળમાં એક જ પ્રવાહ કામ કરે છે, તેમ ધર્મના પ્રવાહે જુદા જુદા ભલે કંટાયા અને તેનાં બાહ્ય કલેવરો ભલે વિરૂપ થઈ ગયાં, છતાં તે બધાના મૂળમાં એક શ્રેયનિષ્ઠા અથવા આત્મનિકા કામ કરી રહી છે એમ કોઈ પણ ધર્મપ્રવાહનો મર્મસ્પર્શી અભ્યાસી કહી શકે એમ છે; અને આમ છે માટે જ આપણે એક બીજા પ્રવાહને ઓળખવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અને આપણી માનસિક કે દુન્યવી શાંતિ માટે સર્વધર્મ સમભાવની ભાવના આપણામાં પ્રબળપણે કેળવવી જોઈએ.
- હવે અહીં એ બતાવવાનું છે, કે એ ત્રણે પ્રવાહના પ્રાચીન ગ્રંથોમાં શબદરચના પણ કેટલી બધી એક સરખી છે. આ નીચે જે વચનો આપવાના છે, તેમાં ઐતિહાસિક ક્રમ પ્રમાણે વૈદિક વચનો પ્રથમ ભાગમાં મૂકેલાં છે અને જૈન વચને બીજા ભાગમાં મૂકેલાં છે. સરખામણુની ચીજના બે ભાગમાં આ પ્રમાણે છે –
પ્રથમ ભાગમાં પહેલો *અર્થ, પછી વૈદિક વચન અને તેની સામે ધમ્મપદનું વચન. એ જ પ્રમાણે બીજા ભાગમાં પહેલે જ અર્થ, પછી જૈન આગમનું વચન અને તેની સામે ધમ્મપદનું વચન.
* શાંતિપર્વ અને નવચનના ઉપરની પંક્તિવાર શબ્દશઃ આ બધા અર્થે ટિપ્પણમાં આપેલા છે.