________________
આ જગતમાં જે કંઈ શ્રમણ તથા બ્રાહ્મણે છે, તેઓ જુદા જુદા વિવાદ કરે છે– જેમ કે “અમે દીઠું છે, અમે સાંભળ્યું છે, અમે માન્યું છે, અમે નક્કી જાણ્યું છે તથા ચારે બાજુ ઉપર નીચે તપાસી જોયું છે, કે સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ તથા સર્વ સર હણવા યોગ્ય છે, દબાવવા યોગ્ય છે, પકડવા ચોગ્ય છે, સંતાપ આપવા યોગ્ય છે અને કતલ કરવા યોગ્ય છે; એમ કરતાં કશો દોષ થતો નથી.”
આ વચન અનાનું છે.
તેમનામાં જેઓ આર્ય પુરુષ છે તેઓ એમ કહી ગયા છે, કે એ તમારું દીઠું, સાંભળ્યું, માનેલું, નક્કી જાણેલું અને ચારે બાજુ તપાસી જોયેલું બરાબર નથી. તમે જે એવું કહે છે, કે “સર્વ જીવોને મારવામાં કશો દોષ નથી', એ તમારું કથન અનાર્ય વચનરૂપ છે.
અને અમે તો એમ કહીએ છીએ, એમ ભાષણ કરીએ છીએ, એમ પ્રરૂપણ કરીએ છીએ અને એનું પ્રજ્ઞાપન કરીએ છીએ, કે તમામ જીવોને હણવા નહિ, દબાવવા નહિ, પકડવા નહિ, સંતાપ આપ નહિ અને કતલ કરવા નહિ. એમ કરવામાં કશો દોષ નથી, એ આર્યવચન છે.”
“હે પ્રવાદીઓ ! અમે તમને પૂછીશું, કે તમને શું સુખ અપ્રિય છે કે દુઃખ અપ્રિય છે?
“હે પુપ ! જેને તું હણવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે; જેને તું દબાવવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે; જેને તું સંતાપ આપવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે; જેને તું પકડવાને–તાબે કરવાન–વિચાર કરે છે, તે તું પોતે જ છે; અને જેની તું કતલ કરવાનો વિચાર કરે છે, તે તું પોતે જ છે. સરળ પુષ્પો આવી સમજ ધરાવે છે; માટે કોઈ જીવને હણવો નહિ અને બીજા પાસે હણાવો પણ નહિ.”
* આચારાંગસૂત્રઃ રવજી દેવરાજ-પૂ૦ ૫, ૫૨,૫૫, ૬૩, ૬૪, ૮૪