________________
૧૯ ઈઓ છે; અને ભગવાનના પ્રેમમાં જેઓ પોતાની જાતને લીન કરી દેવામાં શ્રેય માનનારા છે, તેઓ પણ વિષયવાસનાને તુચ્છ ગણવાને ઉપદેશ કરે છે.”
જે આ સઘળા ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપદેશ જ માત્ર આપણા જ્ઞાનને વિષય હોત, તો તે આપણું પરસ્પર વિરોધનો પાર ન રહેત; પરંતુ આ ભિન્ન ભિન્ન સંપ્રદાયોએ તેમના ભિન્ન ભિન્ન તત્વને આચારમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. તે તત્વ ગમે તેટલું સૂક્ષ્મ અથવા ગમે તેટલું થુલ હોય અને તેનું વ્યવહારમાં અનુસરણ કરવાને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, તો પણ આપણું ગુરુઓએ નિર્ભય ચિત્ત તે સર્વને રવીકાર કરીને તે તવને આચારમાં સફળ કરવાનો પ્રયાસ કર્યો છે.”
એટલે તત્ત્વજ્ઞાન જેટલે દૂર પહોંચ્યું છે, તેટલે દૂર ભારતવર્ષ આચારને પણ ખેંચી ગયું છે. ભારતવર્ષે વિચાર તથા આચારમાં ભેદ માન્ય નથી; તેથી જ આપણું દેશમાં કર્મ એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ, કે મનુષ્યના કર્મીમાત્રનું ચરમ લક્ષ્ય કર્મ દ્વારા મુક્તિ છે. મુક્તિના ઉદ્દેશથી કર્મ કરવું એ ધર્મ છે.”
“પ્રથમ જ કહી ગયા છીએ, કે વિચારની બાબતમાં આપણામાં જેટલી વિભિન્નતા છે, તેટલી જ આચારની બાબતમાં એકતા છે. અદ્વૈતાનું ભવને મુકિત કહો, અથવા સંસ્કાર જેમાંથી જતા રહ્યા છે તેવા નિવાણુંને મુકિત માનો, અથવા ભગવાનના અપરિમેય પ્રેમાનંદને જ મુક્તિ ગણે, પ્રકૃતિભેદને લીધે મુકિતનો અમુક આદર્શ અમુક માણસને આકર્ષણ કરે, પણ તે મુકિતને માર્ગે જવાના ઉપાયમાં તો એક પ્રકારની એકતા જ છે. તે એકતા બીજી કાંઈ નહિ પણ કર્મમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. સીડીની પાર જવાનો ઉપાય સીડી જ છે, તેમ ભારતવર્ષમાં કર્મની પાર જવાનો ઉપાય કર્મ જ છે. આપણાં સઘળાં શાસ્ત્રપુરાણામાં આ જ ઉપદેશ છે; અને આપણે સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલો છે.”
છે “પ્રાચીન સાહિત્ય': પૃ. ૧૦૧, ૧૦૫, ૧૦૧, ૧૦૭, ૧૦૮ અને ૧૦૯