________________
વપરાયેલા છે. તેરમા વર્ગની તમામ ગાથાઓમાં લેક, પરલેક, દેવલેક કે સવ્વલેક શબ્દનો નિર્દેશ કરીને કહેવાની હકીકત કહેલી છે, તેથી તેનું નામ “લેકવચ્ચ' રાખેલું જણાય છે. એકવીસમો “પ્રકીર્ણકવર્ગ પ્રકીર્ણક એટલે પરચૂરણ. આ વર્ગમાં કેટલીક પરચૂરણ હકીકત આપેલી છે અને સાથે શ્રી બુદ્ધના શ્રાવ, શ્રી બુદ્ધિને ધર્મ, શ્રી બુદ્ધને સંઘ વગેરે વિશે સાંપ્રદાયિક લાગે તેવી હકીકત આપેલી છે. બીજા કોઈ સંપ્રદાયની આમાં અવગણને નથી; પરંતુ પિતાના સંપ્રદાયને સવિશેષ ઉત્કર્ષ સુચવેલા છે; અર્થાત જે લેકે બુદ્ધના શ્રાવક હાય, તેઓ આવા પ્રકારના હોય છે એવી હકીકત આપેલી છે ત્યારે બીજાના અનુયાયી વિશે કશું જણાવેલ નથી. આ જ રીતે, બાકીના તમામ વર્ગોનાં નામે ધમ્મપદના સંયુકારે ગોઠવેલાં છે. ગાથાઓની સંકલનામાં કોઈ ખાસ તત્ત્વની વૈજના જણાતી નથી, પરંતુ આ ચારસો ને વીશ ગાથાનો સંગ્રહ સળંગ રાખવા જતાં કદાચ વિશેષ દીર્ઘકાય થઈ જવાનો સંભવ હોઈ સંગ્રહકારે પોતાની ઇચ્છા પ્રમાણે એના વિભાગ કરેલા લાગે છે. હજુ પણ બરાબર પૃથક્કરણ કરવામાં આવે, તો એકબીજા વર્ગની ગાથા એકબીજા વર્ગમાં સમાઈ શકે એમ છે; એટલે કે “નિરયવર્ગો’ની ગાથા “બાલવ'માં, “બુદ્ધવગ’ની ગાથા પંડિતવર્ગ'માં-એમ કેટલા ય વર્ગોની ગાથા બીજા વર્ગોમાં ગોઠવી શકાય એમ છે. અને જે ગાથાઓ કયાં ય ન ગોઠવાય એવી નીકળે, તેને માટે વળી એક જુદા વર્ગ પાડી શકાય અથવા તેમને પ્રકીર્ણક વર્ગમાં મૂકી શકાય. કહેવાનું તાત્પર્ય એ, કે આ વર્ગની એજના પાછળ કઈ વિશિષ્ટ ઉદ્દેશ જણાતો નથી. સુગમ રીતે કંઠસ્થ રાખવા માટે આ વર્ગની યોજના થઈ હોય એમ ભાસ થાય છે. આ પ્રસંગે સમગ્ર બૌદ્ધ સાહિત્યને પરિચય અને તેમાં ધમ્મપદનું સ્થાન એ વિશે જરૂર લખવું જોઈએ; પરંતુ એ બધું લખવા જતાં એક મોટા નિબંધ લખવો પડે અને “સતું સાહિત્ય'ની શ્રેણીમાં આમ કરવું ન પિસાય એમ સમજીને જ એ બધું લખવું જતું કરું છું; અને એ બાબતની જિજ્ઞાસા રાખનારાઓને વિદ્યાપીઠવાળા ધમ્મપદની પ્રસ્તાવના વાંચવાની ભલામણ કરું છું.