________________
,
૧૪ પરિ છે, એટલે એ ઉપદેશો જે ભાષામાં અપાયા કે લખાયા, તેનું નામ પણું વસિ પ્રચલિત થયું; એટલે આ “ઝિ' શબ્દને ઇતિહાસ છે. ધમ્મપદની ભાષા માગધી છે અને બુદ્ધના ઉપદેશોની દૃષ્ટિએ તેને
જિ” શબ્દથી પણ કહી શકાય; બાકી ભાષાનું નામ તો પતિનથી જ. આ સાથે “ધમ્મપદ'ના સમય વિશે પણ થડે વિચાર કરી લઈએઃ ખરેષ્ટી લિપિમાં લખેલું એક પ્રાકૃત ખંડિત (હસ્તલિખિત) ધમ્મપદ ચિની તુર્કસ્તાનમાં ખોટાન પાસે મળી આવેલ છે. અતિ, હાસકેનો એવો મત છે, કે તેનો સમય ઈ. સ. ત્રીજા સૈકાનો છેલ્લે ભાગ હોવો જોઈએ. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે, કે આ માગધી ભાષાનું ધમ્મપદ એ પ્રાકૃત ધમપદ કરતાં ઘણું પ્રાચીન હોવું જોઈએ.
ધમ્મપદનાં પ્રકરણે: આ મુદ્દામાં ધમ્મપદમાં વર્ણવેલી હકીકત અને તેનાં પ્રકરણો વિશે વિચારવાનું છે. ધમ્મપદના આરંભમાં જ જણાવેલ છે, કે “બધા વિચારોમાં મન આગેવાન છે'. “કેાઈ દુષ્ટ મનથી બોલે કે બીજી કાંઈ પ્રવૃત્તિ કરે, તેની પાછળ દુખ ચાલ્યા કરે છે.” આમ કહીને બુદ્ધ ગુરુ મનશુદ્ધિની અગત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. વૈદિક પરંપરામાં અને જેના પરંપરામાં પણ “મન ઇવ મનુષ્યાનો જાર વન–મોક્ષયોઃ” કહીને સંકલ્પશુદ્ધિ ઉપર સવિશેષ ભાર મૂકેલો છે. સંકલ્પશુદ્ધિ સિવાય શુદ્ધ પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તે વિના વ્યક્તિને કે સમૂહને સુખ સંતોષ મળવાનો સંભવ નથી. એ માટે સત્ય, સંયમ, સંતાપ, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, પ્રજ્ઞાવિકાસ વગેરે ગુણો ખીલવવા જોઈએ અને કોધ, દેહ, ઈર્ષા, વૈર, ભ, મોહ, હિંસા, અસત્ય વગેરે દુર્ગણને છોડી દેવા જોઈએ. આ જ હકીકત આરંભથી અંત સુધી આ ગ્રંથમાં વર્ણવાયેલી છે. કેાઈ વિવેકી સંગ્રહકારે આ હકીકતને આ ગ્રંથમાં છવ્વીશ વર્ગોમાં ગોઠવેલી છે; અને વર્ગમાં આવતી હકીકત ઉપરથી કે વર્ગના આરંભમાં આવતા શબ્દ ઉપરથી વા વર્ગની રચનાપદ્ધતિને આધારે અમુક અમુક ગાથાના સમૂહને અમુક અમુક વર્ગનાં નામ અપાયેલાં માલૂમ પડે છે. પહેલા વર્ગનું નામ “યમ” વર્ગ છે. તેમાં બબે ગાથાદ્વારા સામસામા વિરોધી વિયાનું નિરૂપણ