________________
(૧) આત્માના ગુણો અને સ્વભાવ
આત્માના ગુણ ‘પરમેનન્ટ' છે અને એના ધર્મ વપરાઈ રહ્યા છે. જ્ઞાન ‘પરમેનન્ટ’ છે અને જોવું-જાણવું એ ‘ટેમ્પરરી' છે. કારણ કે જેમ અવસ્થા બદલાય છે તેમ જોનારની અવસ્થા બદલાય છે. જેમ સિનેમામાં અવસ્થા બદલાય છે તેમ જોનારની અવસ્થા પણ બદલાય છે.
પછી !
૩
મહાત્મા અનુભવે આત્મગુણો
પ્રશ્નકર્તા : દાદા, આત્માના ગુણો કેમ અનુભવાય ?
દાદાશ્રી : આ તમે અનુભવો છો ને, આત્માના ગુણો જ્ઞાન લીધા
પ્રશ્નકર્તા : હા, હા. એટલે આમ કયો ગુણ ?
દાદાશ્રી : એટલે આમ નિરાકુળતા નામનો ગુણ. આકુળ નહીં, વ્યાકુળ નહીં. નિરાકુળતા નામનો એક અષ્ટમાંશ ભાગ, જે સિદ્ધનો ગુણ છે તે અહીં આગળ વર્તે છે. નિરાકુળતા ! પછી અનંત જ્ઞાન, કોઈ પણ વસ્તુ મૂંઝવે નહીં. તમને જ્ઞાન હાજર થઈને તે ખબર આપે. અનંત દર્શન, કોઈ વસ્તુ તમને અડચણ ના કરે. ત્યારે સમજણ ઊભી થઈને નિકાલ કરી નાખે. અનંત શક્તિ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સમભાવથી નીકળી જાવ, ચિંતા-વરિઝ કર્યા વગર.
પ્રશ્નકર્તા : આ સમભાવથી નીકળી જવું એ અનંત શક્તિઓ છે,
દાદા ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા ઃ કાયમની કે ?
દાદાશ્રી : ના, આ બધા અંશ ભેગા કરે ત્યારે મૂળ થાય.
પ્રશ્નકર્તા : જ્ઞાન પછી આત્માનું ધ્યાન વધારે કેવી રીતે કરાય ?
દાદાશ્રી : આત્મા પોતે થઈ ગયો, પણ પોતાના ગુણોનું ધ્યાન ધરે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, આ બધા ગુણોનું ધ્યાન ધરે, એ ધ્યેયની મહીં રહે, બોલે એટલે ધ્યાન ઉત્પન્ન થાય.