________________
દાદાશ્રી કહે છે, અમને ૩૫૬ (ત્રણસો છપ્પન) ડિગ્રીએ જ્ઞાન રહ્યું. ચાર ડિગ્રીનો ડખો રહ્યો, તો મહાત્માઓને તો વધારે ડખા હશેને ?
આ ‘એ.એમ.પટેલ” એ તો મનુષ્ય જ છે, છતાં એમની જે વૃત્તિઓ છે, જે એમની એકાગ્રતા છે, એ પરરમણતાય નથી ને પરપરિણતિ પણ નથી. નિરંતર સ્વપરિણામમાં જ મુકામ છે. આવી દશા હજારો-લાખો વર્ષે કોઈકને જ હોય. સર્વાશે સ્વરમણતા અને પાછું સંસારી વેશે, એ આશ્ચર્ય છે. અસંયતિ પૂજા નામનું ધીમ્ આશ્ચર્ય છે આ.
દાદાશ્રી કહે છે કે અમે એક ક્ષણવાર સંસારમાં નથી રહેતા. સંસારમાં રહેવું એટલે પરપરિણતિ. અમે નિરંતર સ્વપરિણામમાં જ હોઈએ, નિરંતર મોક્ષમાં જ હોઈએ.
દાદાશ્રી કહે છે, અમારે આત્મા આત્મ પરિણામમાં રહે ને મન મનના પરિણામમાં રહે. આત્મા સ્વપરિણામમાં પરમાત્મા જ છે. બન્ને પોતપોતાના પરિણામમાં આવે અને પોતપોતાના પરિણામને ભજે, એનું નામ મોક્ષ.
[૮.૫] પારિણામિક ભાવ છ પ્રકારના ભાવો : ૧. મિથ્યાત્વભાવ ૨. ઉપશમભાવ ૩. ક્ષયોપશમભાવ ૪. ક્ષાયકભાવ ૫. સન્નિપાતભાવ ૬. પરિણામિક ભાવ. આ પારિણામિક ભાવ એકલો આત્માનો છે, બીજા બધા પૌદ્ગલિક ભાવો છે.
પરિણામિક ભાવ તત્ત્વોને હોય, બીજા કોઈને એ લાગુ ન થાય.
પુદ્ગલના પરિણામિક ભાવ સંસારમાં અધોગતિએ લઈ જાય, જ્યારે આત્માનો પારિણામિક ભાવ મોક્ષે લઈ જાય.
પરમ પારિણામિક ભાવ એટલે સ્વભાવ. એટલે સ્વ ઉપયોગમાં, વીતરાગતામાં, એ રૂપે પોતે પરમાત્મા જ છે.
આત્મા સ્વભાવમાં આવે તો પરમાત્મા જ છે અને વિભાવમાં હોય તો જીવાત્મા છે.
જગત આખું ઔદયિકભાવમાં (ઉદયાધીન) છે. બહુ ઓછા માણસ
48