________________
૩૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : કષાયો હોય ત્યારે બોલે તો ઉત્તમ. કષાયને બંધ થઈ જવું પડે, એને તે ઘડીએ જતું રહેવું પડે, ઘર ખાલી કરીને. એ જેમ વાઘણ આવે તે ઘડીએ (કોઈ) ઊભા રહે ? તે આવું બોલો તે ઘડીએ કષાયો નાસી જવા જેવું થઈ જાય.
એક કલાક આત્મગુણો બોલતા થાય સિદ્ધ સામાયિક
આત્માના ગુણો બોલવામાં એક કલાક, જો ગુંઠાણું કાઢે, ઓહોહો ! એ તો મોટામાં મોટી સામાયિક કહેવાય છે. એ તો સિદ્ધ સામાયિક કહેવાય, સિદ્ધ સામાયિક ! આવો કો'ક દહાડો ના નીકળે બળ્યો ચંદુભાઈ? કે સરકાર ખાઈખપૂચીને પાછળ પડી છે ? એક કલાકેય મળે કે ના મળે ?
પ્રશ્નકર્તા: મળે.
દાદાશ્રી : આ તો અમારા કહ્યા પ્રમાણે ચાલો તો તમને બહુ ફળ મળે એમ છે. જે રીતે અમે ચાલ્યા છીએ એ રીતે તમને ચલાવીએ છીએ. અને એ રીતે તમે કરો તો ઘણું ફળ મળે એવું છે અને રોકડું ફળ છે, ઉધાર નામેય નથી. કોઈ દહાડોય ઉધાર નથી. અહીં આવો એટલો વખત રોકડું મળે છે ને ? એટલે આપણે આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે કરીએ, એક કલાક ચંદુભાઈ કાઢજો તમે. બસ પોતાના ગુણો, એ ગુણો બધા લખેલા છે તમે?
પ્રશ્નકર્તા: ચોપડીમાં છે ને પેલા.
દાદાશ્રી : નહીં, ચોપડીમાં તો વિગત લખેલી છે. વિગતવાર ગુણો લખેલા છે, પણ આમ પદ્ધતસર ગુણો તે લખી લીધા હોયને તો બહુ સારું પડે. પેલું આખું ચોપડીનું યાદ ના રહે ને ! એટલે ઊંચામાં ઊંચા ગુણો, મોટા-મોટા ગુણો એકલા જ, તે કાલે આપણે એ ગુણો બોલાવીશું એ પછી. કાલે અહીં ભેગા થઈશુને આપણે, ત્યારે ઉજવણી કરવાની. લોકોના જેવું કંઈ લૌકિક તો આપણી પાસે હોય નહીં કરું. ના વાજા હોય, ના ધજા હોય, ના કશું હોય, તો આપણી આ ઉજવણી. લોક આખું ભ્રાંતિમાં પડેલું છે, ત્યાં આગળ શી પ્રભાવના કરીએ આપણે તે ? આપણે તો