________________
(૧૮) સિદ્ધ સ્તુતિ
૩પ૯
દાદાશ્રી : ના, આ બોલવાનું જ ખાલી. ગુણો આમાં સમજી રાખવાની જરૂર જ નથી. ગુણો એ જુદી વસ્તુ કહેવાય. તે બોલતી વખતે એ ઉપયોગ કહેવાય, પોતાના શુદ્ધ ઉપયોગમાં આવે અને એ સિદ્ધ સ્તુતિ થાય. એટલે આ બોલવાનું જ બસ. તેય આપણા કાનને સંભળાય એટલું જ. તે આઠ મિનિટથી ઉપર, પ્રયોગ કરી જોવાનો. અનુકૂળ ના આવે તો રહેવા દેવો. અનુકૂળ આવે તો કરવો. પણ બધાને અનુકૂળ જ આવે.
ત શરત ભાવતી કે સમયની, જરૂરિયાત બોલવાની જ પ્રશ્નકર્તા: સમય નિર્ધારિત કરાય આ બોલવા માટે ? દાદાશ્રી : ગમે તે ટાઈમે બોલો, નિર્ધારિત સમયે નહીં.
પ્રશ્નકર્તા: ધારો કે આપણે સવારે સાતથી આઠ એક કલાક બોલવું છે એવું નક્કી કર્યું હોય, હવે એ પ્રમાણે આપણે રોજ નિશ્ચયથી કરીએ એ વધારે સારું કે પછી ગમે ત્યારે આપણને મન થાય ત્યારે કરીએ અને ભાવ ના થાય ત્યારે નહીં કરવાનું ?
દાદાશ્રી : ના, એ નિર્ધારિત કરેલું હોય તો વધારે સારું. નિર્ધારિત ના રહે તો પછી ગમે ત્યારે પણ બોલવું. નિર્ધારિત સમય મળવો, એવું અમુક, કો'ક જ માણસને મળે, બધાને ના મળે.
પ્રશ્નકર્તા: સાતથી આઠ, વખતે એક કલાક ધારો કે નક્કી કરેલો હોય એ ટાઈમે બેસે બોલવા, એ વખતે ભાવ હોય કે નાયે હોય, તોય બોલીએ.
દાદાશ્રી : ભાવની મારે જરૂર જ નથીને! મેં ક્યાં એવું કહ્યું છે ? કોઈ કન્ડિશનલ (શરતાધીન) નથી આ. આ તો કલ્પના છે. ભાવ હોય કે ના હોય, મારે કંઈ જરૂર નથી. આપણે કાનને સંભળાય એવું બોલજો. આમાં ભાવ હોતો જ નથી. આપણે ત્યાં ભાવ જેવી વસ્તુ જ રહેતી નથી. ભાવ કેન્સલ થયેલો છે એનું નામ અક્રમ. અને ભાવ શબ્દ બોલે છે, એ તો ઈચ્છાને ભાવ કહે છે. એટલે ભાવ તો આપણે ત્યાં કેન્સલ થયેલો છે.
પ્રશ્નકર્તા ઃ મનમાં કષાયો હોય તો બોલાય?