________________
નિર્લેપ ભાગ હોય એટલે એકરસ નિર્દોષતા હોય. પ્રકૃતિના દોષ જુએ તે પ્રકૃતિ થઈ ગયો. મૂળ આત્માને કોઈના દોષ ના દેખાય.
[૭.૩] અસ્પર્ય
આત્મા પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશને હલાવ હલાવ કરે તોયે કશું અડે નહીં તેવો આત્મા છે, અસ્પર્થ છે. કોઈ વસ્તુ એને સ્પર્શ ન કરી શકે.
જેમ ગાડીની હેડલાઈટનો પ્રકાશ આમ કાદવ, ગંદવાડા, ખાડી ઉપર થઈને પસાર થાય છતાં એ અજવાળાને કશું અડતું નથી, તો આ તો મૂળ આત્માનો પ્રકાશ, એ અલાયદી વસ્તુ છે. એ અજવાળાને કશું અડે નહીં, પ૨મ જ્યોતિસ્વરૂપ !
ભેગાં રહેવા છતાં અડે નહીં, સ્પર્શે નહીં, અસ્પર્શ, ટંકોત્કીર્ણ.
જડ તત્ત્વ અને ચેતન તત્ત્વ બન્ને પાસે પાસે હોવાથી પોતાની માન્યતામાં ભૂલ થઈ ગઈ છે કે આ હું છું. બાકી જ્ઞાન ગમે તે અવસ્થામાં બગડ્યું જ નથી, બગડતું જ નથી.
અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાનવિધિથી આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. હવે આજ્ઞા જેમ જેમ પળાતી જશે, તેમ તેમ અસ્પર્શ, નિરાલંબ આત્માના અનુભવ થતા જશે. એને પૂરેપૂરું સમજ સમજી લેવાની જરૂર છે.
પાપ-પુણ્ય ક્યારેય એને સ્પર્શી ના શકે એવો આત્મા છે. અજ્ઞાનતા અને રોંગ માન્યતાએ કરીને હું અશુદ્ધ થઈ ગયો, પાપી થઈ ગયો મનાતું હતું. પણ જ્ઞાન થવાથી પોતે શુદ્ધાત્મા થયો, પાપોથી નિર્લેપ થઈ ગયો.
જ્ઞાન લીધા પછી પાપ કરનારો અહંકાર અને આત્મા પોતે જુદા જ થઈ જાય છે. એથી પાપથી વિમુખ જ થઈ ગયો.
જ્યાં સુધી દેહ હું છું, એવું ભાન છે ત્યાં સુધી પાપ ચોંટ્યા જ કરે. જ્યારે દેહનું માલિકીપણું નથી રહેતું, ત્યારથી પોતે નિષ્પાપી થઈ ગયો. હિંસાના દરિયામાં અહિંસક થઈ ગયો.
જ્ઞાની પુરુષ દાદાશ્રીની દશામાં દેહથી સંપૂર્ણ અસ્પર્શ દશામાં રહેવાથી પોતાને થાક ના લાગે, દેહનેય થાક ના લાગે. કાયમ ફ્રેશ, વાસી જ ના લાગેને !
42