________________
૩૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ત્યારે કહે, “તું દાઝયો ?” ફરી પૂછે કે “કોણ દાઝયું?” ત્યારે કહે, “આ દેહ દાઝયો', ત્યારે કહે, “તે દેહ દાઝયો.' (આત્મા) થર્મોમિટર છે. દુઃખ વધ્યું, ઘટ્યુનો જાણકાર છે. તરત ખબર પડી જાય, દુઃખ ઘટવા માંડ્યું. એ વધવા માંડ્યું. અલ્યા મૂઆ, તું થર્મોમિટરને આમાં શું કરવા ઘાલે છે તે? આપણે પૂછીએ, કેમનું છે હવે ? ત્યારે કહે, હવે ઘટતું જાય છે. તો પણ જાણકાર કોણ ? આ જેને દુઃખ ઘટે છે તે એવું જાણે છે કે થર્મોમિટર જાણે છે આ? દુઃખ વધઘટ થાયને, પણ “મને દુઃખે છે” એ રોંગ બિલીફ છે અને વધઘટ થાય તે પુગલને થાય છે. એને આત્મા તો જાણે જ છે કે આ વધ્યું ને આ ઘટ્યું. જો તમે દાદાએ આપેલો આત્મારૂપ રહો છો તો તમને કશું અડતું નથી અને તમને પહેલાની પ્રેક્ટિસ ખરીને એટલે થોડું પેસી જાય ત્યારે જરા અસર થાય. તે પછી તરત ધોઈ નાખવી પડે. કોઈ દહાડો આ છે તે હાઈવે પર ફરેલા નહીં અને નવે નવો હાઈવે, એટલે પછી એને ગૂંચવાડો થાયને બળ્યો ! ધીમે ધીમે પ્રેક્ટિસ કરે એટલે પછી ઠેકાણે આવી જાય. બાકી, આત્મા પોતે થર્મોમિટર થઈ ગયો પછી રહ્યું શું ? પોતે શું હકીકત, વાસ્તવિકતા છે તે બધું જ જાણે.
એ ભાઈ બધી વાતો કરતા'તા ત્યારે મેં કહ્યું, “થર્મોમિટરને આ આવું કેમ હોય ?” ત્યારે કહે, “હા, એ ના હોય.” મેં કહ્યું, “થર્મોમિટર સ્ટેજમાં ના આવવું જોઈએ એ બધું ?
પ્રગટ શુદ્ધાત્મા કામ કરે થર્મોમિટર જેવું તમને તો શુદ્ધાત્મા એવો પ્રગટ થયેલો છે કે જ્યારે કહો ત્યારે થર્મોમિટરની પેઠ કામ કરે. જેમ થર્મોમિટરને અડાડતા જ કામ આપી દેને એવું. આત્મા પોતે જ થર્મોમિટર છે. તે તો તાવ માપે, તેને તાવ ના આવે, પણ આ જ ભ્રાંતિ છે ને કે મને તાવ આવ્યો. હું જાણું છું કે તને (ચંદુને) કેટલો તાવ આવ્યો છે પણ તને ભ્રાંતિથી એક જણાય છે. “મને કહ્યું કે ચોંટ્યું. સહેજ પણ અન્ય ધર્મને પોતાનો ધર્મ ના મનાય, બેઉને છૂટા રાખવા જોઈએ.
આ બધાય (મહાત્માઓ) આત્માના થર્મોમિટર વાપરે જ છે. તાવ