________________
(૧૩.૨) અમર
૨૯૯
દાદાશ્રી : હા, તારે તો મરવાનું નહીંને? ચંદુ મરે. જે જીવે છે, દવાઓ પીએ છે એ મરે. જે જીવે છે એ મરે. જે જીવતો નથી, નિરંતર છે તેને મરવાનું હોતું હશે ? અવિનાશીને મરવાનું હોય ? અવિનાશી થઈને બેઠો છું ને ? ત્યારે ખરું.
આ જ્ઞાન લીધા પછી ફરી મરવાનું ના હોય, એનું નામ અમર. આ અમર જ્ઞાન જેને થયા કરે, એને મરવાનો ભો ના લાગે. બધા કેટલાય માણસો એવા રેગ્યુલર સ્ટેજ પર આવ્યા છે.
આપણે કંઈ જ્ઞાન લીધેલા માણસ મરવાના તો નથીને ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા ઃ ના.
દાદાશ્રી : દેહ મરે આ, પોતે તો આત્મા છે. મરવાનો સવાલ જ ક્યાં રહ્યો હવે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : તું મરું ખરો ? પ્રશ્નકર્તા : ના મરું. દાદાશ્રી: હંઅ, જુઓ, અમર થઈને બેઠા છે ને ! ત્યારે હવે રોફ મારે છે.
અમરપદધારીને ભય શાને? પ્રશ્નકર્તા : ખરું છે દાદા, અમને હવે મરણનો ભય પણ નથી લાગતો !
દાદાશ્રી : તમને મનમાં એમ છે કે દાદા છે મારી સાથે. એટલે ભય નથી રહેતો. અને આપણે શુદ્ધાત્મા થયેલા છીએ. અમરપદ લીધું છે ! અમરપદને ભય શો ?
તમને તો અમરપદ આપી દીધું છે. મરશે તો દેહ મરશે, આપણે અમર જ છીએ.