________________
(૧૦.૨) ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞા
૨૮૩
આત્મજ્ઞાને પમાય ક્ષેત્રજ્ઞપદ હું ને મારું એ વિકલ્પ-સંકલ્પ છે. એ ગયું તો થઈ જાય ક્ષેત્રજ્ઞ. જ્ઞાની જ્ઞાન આપે ત્યારે ક્ષેત્રજ્ઞ બનાવે. એ તમારું ક્ષેત્ર અને પરાયું ક્ષેત્રની વચ્ચે લાઈન ઑફ ડિમાર્કશન કરી આપે અને બતાવે કે આ તમારું ક્ષેત્ર અને પેલું પરાયું ક્ષેત્ર. હજી તો તમે પોતાના ક્ષેત્રમાં બેઠા જ નથી. હજી તો પોતાનું ક્ષેત્ર જોયું નથી. અરે ! પંજોય વાળ્યો નથીને !
પ્રશ્નકર્તા: આત્માનો સંયોગ થાય પણ આત્માનો વિયોગ ના થાય એની ચાવી ?
દાદાશ્રી : આત્માનો વિયોગ થઈ શકે એમ નથી. કોઈને કરવો હોય તોય નહીં થાય. એક ફેરો એ સ્પર્શ કરી ગયા પછી ફરી એ વિયોગ થાય એવો નથી. જ્યાં સુધી સ્પર્શ નથી કર્યો, જ્યાં સુધી આપણે એ ક્ષેત્રમાં ગયા નથી ત્યાં સુધી દુઃખ છે. એને જો એક ફેરો સ્પર્શ થઈ ગયો સ્વક્ષેત્રની જોડે, પછી એને વાંધો ના આવે, પણ હજુ સ્પર્શ જ નથી થયો
ને !
અમે જ્ઞાન આપીએ છીએ ને, તે એને સ્પર્શ કરાવડાવીએ. પછી વાંધો ન આવે. એને કૃષ્ણ ભગવાન પોતે જ હાજર થઈ જાય. પછી શું? પછી જાય જ નહીં. વૈષ્ણવોને કૃષ્ણ ભગવાન હાજર થાય અને જૈનોને મહાવીર ભગવાન હાજર થઈ જાય.
આ જ્ઞાન પછી આપણા અનંત જ્ઞાન, અનંત દર્શન એવા ગુણો વડે આપણે આપણા ક્ષેત્રને જાણ્યું. એથી આપણે ક્ષેત્રજ્ઞ બન્યા.
હવે આપણે મહીં બે ભાગ, એક હોમ ડિપાર્ટમેન્ટ છે અને એક ફોરેન ડિપાર્ટમેન્ટ છે. હોમ ડિપાર્ટમેન્ટ સ્વક્ષેત્ર છે અને પરક્ષેત્રે, “હું ચંદુ છું પરક્ષેત્રતા. પોતાના ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે. (પોતે) ક્ષેત્રજ્ઞ અને આ ક્ષેત્ર છે. હવે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ બેના ભેદ પડી ગયા. જે ક્ષેત્ર છે તે ફોરેન ડિપાર્ટમેન્ટ છે અને સ્વક્ષેત્ર છે તે હોમ ડિપાર્ટમેન્ટ છે. હોમ ડિપાર્ટમેન્ટમાં નિરંતર રહેવું અને ફોરેનમાં સુપરફલુઅસ રહેવું.