________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
તે જ આમાં રમણતા કરે છે. વકીલાતમાં કરતો'તો ત્યારે અહંકાર ગણાતો જ હતો. હવે આમાં રમણતા કરે ત્યારે ‘હું’ ગણાય છે ને આત્મામાં રમણતા કરે એટલે ‘પોતે' ઓગળી જઈને એમાં પછી વિલીન થઈ જાય.
૨૫૮
અને આત્માની રમણતા શરૂ થઈ ગઈ એટલે ૫૨૨મણતા બંધ થઈ ગઈ. દેહ ભલેને રહ્યો. દેહ દેહના ધર્મમાં છે, મન મનના ધર્મમાં છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં છે, આત્મા આત્માના ધર્મમાં છે, પછી વાંધો શું છે ? એટલે તમને કહીએ છીએ ને, ધંધો કરજો, કશો વાંધો નથી.
પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું અને પુદ્ગલ ૨મણું, આ ત્રણ જ ચીજ જગતમાં બધાને છે. એના અનેક નામ આપ્યા. ખાણું-પીણું એ બાબત ‘લિમિટેડ’ છે પણ રમણું ‘અલિમટેડ’ છે. આખું જગત પુદ્ગલ રમણું કરે છે !
અને આપણે તો અહીં આગળ બધું આત્મરમણું. પુદ્ગલ ખાણુંય નહીં, પીણુંય નહીં અને રમણાય નહીં. (નિરંતર) આત્મરમણતા. ખોરાકેય આત્માનો, પીવાનુંય આત્માનું અને રમણાતાય આત્માની.
આ ક્ષણે ક્ષણે જાગૃત રહે એવો આત્મા હાથમાં આપેલો છે, એમાં તમારી રમણતા છે. તમે પરફેક્ટ ધર્મમાં છો.
આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ ‘રિયલ’ એક જ છે ! ‘શુદ્ધાત્મા’ની રમણતા એટલે નિરંતર ‘શુદ્ધાત્મા'નું ધ્યાન રહે તે ! હવે સ્વરમણતા કરવાની, બીજું કશું કરવાનું નથી.
સ્વરમણતા એ શુદ્ધ ઉપયોગ, એ જ શુદ્ધ નિશ્ચય
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ વખતે આત્મ રમણતા જ હોયને દાદા ?
દાદાશ્રી : હા, શુદ્ધ ઉપયોગ એ આત્મરમણતા કહેવાય. સામાને શુદ્ધ જોવું, ગધેડાને, કૂતરાને, ગાયને, ભેંસને, ઝાડને, બધાને શુદ્ધ જોવું, એ શુદ્ધ ઉપયોગ કહેવાય.
પ્રશ્નકર્તા ઃ બરોબર દાદા, શુદ્ધ ઉપયોગ એ જ આત્મરમણતા.