________________
૨૫૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એટલે જે દીવાથી પ્રાપ્ત થયું છે, એ જ શક્તિ આપણને પ્રાપ્ત થયા કરે ધીમે ધીમે.
બાકી, આત્મામાં જ તમે રમો છો આખો દહાડો અને આત્મા તમારામાં રમે છે. બોલો હવે, તમારામાં અને આત્મામાં ફેર શો રહ્યો?
પ્રશ્નકર્તા : દાદા, એ જરા વધારે સમજાવશો.
દાદાશ્રી : પહેલા તમે વકીલાતમાં જ રમતા હતા, આખો દહાડો. પેલો કાયદો, પેલો કાયદો આખો દહાડો એમાં જ રમ્યા કરતા હતા, ખાતા-પીતી હરેક વખતે. અને હવે આખો દહાડો આત્મામાં જ રમ્યા કરે. બહારનું જમે-કરે, બધું કરે પણ રમણતા ત્યાં આગળ, બીજું બધું જુદું. એટલે ભગવાને શું કહ્યું કે તમારી રમણતામાં પેઠા પછી હવે જે તમારી રમણતા નથી તેનાથી દૂર રહો, એટલો ભાવ રહેવો જોઈએ આપણો.
જ્ઞાન મળતા અહંકાર વળ્યો આત્મરમણતામાં
જેણે આત્મા રમાડ્યોને, તેનું કલ્યાણ થઈ ગયું. તે તમને આત્મરમણા ઊભી થઈ, નિરંતર, એક ક્ષણ ઓછી નહીં એવી. તમે ભૂલો પણ રમણતા કંઈ ભૂલે કે ? તમે ભૂલો તો તમારી ચિત્તવૃત્તિ બાસુંદીમાં ગઈ, પણ એ રમણતા ભૂલે નહીંને !
આત્માની રમણતા બરાબર રહે છે ને ? પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી: હવે દેહ દેહનો ધર્મ બજાવે. એ દેહ કંઈ આત્મરમણતા કરે નહીં. મન મનનો ધર્મ બજાવે, બુદ્ધિ એનો ધર્મ બજાવે. અને અહંકાર આત્મરમણતા કરે. એ જે પહેલા સંસારનો અહંકાર કરતો'તો, તેને બદલે હવે આ આત્મા ભણી વળ્યું. એટલે આત્મરમણતા ઊભી થઈ, જે નિરંતર
હોય.
આપણે હવે આત્મયોગમાં જ રહેવું જોઈએ. જ્યાં સુધી દેહનો યોગ છે ત્યાં સુધી ભૌતિક છે બધું. દેહ તો છે આપણી પાસે પણ દેહમાં રમણતા