________________
(૯) સ્વરમણતા-૫૨૨મણતા
પ્રશ્નકર્તા : આપણે વિધિઓ બોલીએ છીએ, નમસ્કાર વિધિ બોલીએ, ચરણિવિધ બોલીએ, એ સ્વની ભક્તિ કહેવાય કે આપણે પ્રકૃતિને જોવી એ ?
દાદાશ્રી : ના, ના, આ વિધિઓ બોલે છે તે તો ચંદુભાઈ બોલે છે. ચંદુભાઈ છૂટવા સારું બોલે છે, પણ તેને તમે જાણો કે ચંદુભાઈ શું બોલ્યા, ચંદુભાઈનું શું કાચું પડ્યું, અને ભૂલ ક્યાં થઈ એ બધું જે જાણે છે, એ તમે. તમે ને ચંદુભાઈ બે જોડે જ હો, પણ બેઉનો ધંધો જુદો હોય.
પ્રશ્નકર્તા : એ તો જુદો જ છે.
દાદાશ્રી : હા, બસ, બસ. એક ધંધો કરી નાખો એટલે માર પડે. અને પ્રકૃતિને નિહાળવી એને સ્વરૂપ ભક્તિ, સ્વરમણતા જે કહો તે.
૨૫૫
પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા. એટલે પ્રકૃતિમાં મહીં શું શું આવ્યું ? ત્યારે કહે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ઈન્દ્રિયો એ બધું પ્રકૃતિમાં આવી ગયું. અને ચંદુભાઈને કહે, ‘ચંદુભાઈ, તમારામાં અક્કલ નથી. કોન્ટ્રાક્ટનો ધંધો બરોબર કરતા નથી.' અને જો મોટું દિવેલ પીધા જેવું થઈ ગયું અને તેને એ પોતે નિહાળે તો બસ થઈ ગયું. તમને પોતાને ખબર પડે કે મોઢું દિવેલ પીધા જેવું થાય એનો વાંધો નથી, પણ એ લોકોને વાંધો છે. દિવેલ પીધા જેવું થઈ જાય તો તમારે વાંધો નથી, પણ તે નિહાળો એને.
વ્યવહાર બધો કરતા રમણતા આત્મામાં જ
પ્રશ્નકર્તા : આપે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ અમને કેમ પ્રકાશમાં ના
આવે ?
દાદાશ્રી : આવ્યું તોય તે આવું બોલો છો ?
પ્રશ્નકર્તા : છતાંય આપની પાસે અલૌકિક વસ્તુ છે.
દાદાશ્રી : હા, અલૌકિક વસ્તુ તેથી તો આપનો દીવો સળગ્યો. આપણો દીવો સળગ્યો એ આપણને લાભ થયો. હવે એ દીવો સળગ્યો