________________
સુખ-દુઃખ અહંકાર ભોગવે છે. મનને-દેહને અડે એ શાતા-અશાતા વેદનીય કહેવાય, જ્યારે આત્માનું શાશ્વત સુખ હોય.
આત્માને પીડા અડે નહીં, આ તો માનેલા આત્માને પીડા થાય છે.
મને માથું દુઃખે છે” એમ ચિંતવે તો દુઃખી થઈ જાય, ત્યાં જો “ અનંત સુખધામ છું” બોલે તો સુખમય થઈ જાય.
મોહ ચઢતો હોય તો બોલવું કે “મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.' તો મોહ ઊડી જાય.
જેણે કપડાંનો ત્યાગ કર્યો એ મોહનીય, કોઈ કપડાં પહેરે છે તેમ મોહનીય. આત્મા સિવાય બધી મોહનીય. ધાર્મિક પુસ્તકો વાંચવા તેય મોહનીય. એ વાંચતા જે આનંદ થયો તે પૌલિક આનંદ. એ પાછો ઊતરી જાય.
આ જ્ઞાન પછી ક્યાંય રિલેટિવમાંથી આનંદ પ્રાપ્ત થયો એવું બોલે તો જ્ઞાન બગડી જાય. રિલેટિવ ચીજો એ ફાઈલ છે, એનો સમભાવે નિકાલ કરવો.
કોઈ ચીજવસ્તુ વગર આનંદ થાય એ આનંદ, એ જ ભગવાન. ચીજવસ્તુના આધારે આનંદ મળે, તે આધાર ના હોય તો શું થાય ?
બહારથી કંઈ પણ આનંદ આવે એ પૌદ્ગલિક આનંદ છે. પોતાને કંઈ પણ ચીજ સિવાય સાહજિક આનંદ આવે, અપ્રયાસ, એ સાચો પોતાનો આનંદ માટે બિલીફ (માન્યતા) બગડવા દેવી નહીં. માટે માન્યતા બદલાતી હોય તો માન્યતાને ખસેડો, આના આધારે આવે છે માટે એ આનંદ પારકો, પોતાનો આનંદ હોય. દાદાએ દેખાડ્યો છે એ શુદ્ધાત્મા એ જ આપણું સ્વરૂપ, એ જ પોતાની મિલકત. એમાં પોતાનું અનંત સુખધામપણું છે. એમાં જ રહેવા જેવું છે.
દુઃખમાં (અંદર) આનંદમય સ્થિતિ રહે તે આનંદ, આનંદ હોય ત્યારે સુખ-દુઃખની અસરો ઊડી જાય. જગત વિસ્તૃત કરાવે એ આનંદ કહેવાય.
જે ઉલ્લાસ ઘટે તે આત્માનો નહોય. મૂળ વસ્તુમાં ઉલ્લાસ વધઘટ ના થાય.
30