________________
(૮.૪) સ્વપરિણામ-પરપરિણામ
૨૨૭
સંતોષ છે. પહેલા જે જાણવા-જોવાથી એને રીસ ચઢતી'તી, તે નથી ચઢતી જોવા-જાણવાથી.
પ્રશ્નકર્તા : છતાંય આ બુદ્ધિનું જ થયું ?
દાદાશ્રી : તે બુદ્ધિ નહીં તો બીજું શું ત્યારે ? તું એમ જાણે આત્માનું આવી ગયું મહીં ? એવો કંઈ આત્મા સહેલો હશે ?
પ્રશ્નકર્તા ઃ એટલે અત્યાર સુધીનું છે એ બધું બુદ્ધિનું જ થયું તો પછી આત્માનું જોવા-જાણવાનું કેવું હોય તેમાં ?
દાદાશ્રી : આ બુદ્ધિથી જાણવા-જોવાનું છે એ પરપરિણામ છે એવું જાણે ત્યારે સ્વપરિણામને સમજે.
આમાં જે જોવા-જાણવાનું થાય છે તે આ પણ પરપરિણામ છે, એવું જાણે કે ત્યારે એ સ્વપરિણામ ખોળે છે કે સ્વપરિણામ ભણી પાછો ચાલી રહ્યો છે. પણ આ તો બધા સ્વપરિણામ માને છે, જોવું-જાણવું થાય છે તેને.
પ્રશ્નકર્તા: હા, તો તો એ સ્વપરિણામ તરફ ગયો એવું કહ્યું, એટલે સ્વપરિણામ તો પણ નથી આવ્યા.
દાદાશ્રી : સ્વપરિણામ શી રીતે હોય ? સ્વપરિણામ ચોખ્ખા હોય. સ્વપરિણામ સ્વાભાવિક હોય.
પ્રશ્નકર્તા ઃ સ્વપરિણામ સ્વાભાવિક એટલે શું ?
દાદાશ્રી : એના દ્રવ્યના ગુણ, દ્રવ્યના પર્યાય બધાય જાણવા. મહાત્માઓ મને કહે છે કે “દાદા, (હું) જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. મેં કહ્યું, “બહુ સારું.' હા, પણ એ સારું છે ને, એને રાગ-દ્વેષ થતા નથી. જ્ઞાતા-દ્રષ્ટા ન રહે તો ચિઢાય પેલાની ઉપર. એટલે એ તો પુરુષાર્થ છે ને ! ભયંકર વેદનામાંય પરપરિણતિ ઉત્પન્ન ન થાય એ તપ પ્રશ્નકર્તા: તો પછી સ્વપરિણામ માટે શું ખૂટે છે ? દાદાશ્રી : તપ જોઈશે, ત્યારે કહે છે કે જે વેદના થતી હોય ! આ