________________
(૮.૪) સ્વપરિણામ-પરપરિણામ
૨૨૧
ખાલી આ આજ્ઞામાં જ રહો અને નિરંતર સમાધિવાળો માર્ગ અને તરત ફળ આપનારો છે. અને વિજ્ઞાન છે આ, પ્રત્યક્ષ વિજ્ઞાન છે.
પરપરિણામ થાય બંધ, માત્ર જુદા જોવાથી બૉલને ફેંક્યા પછી બંધ કરવું ને બૉલ નાખવાની પ્રક્રિયા ચાલુ રાખવી એ “સાયન્ટિફિક રસ્તો નથી. ક્રમિક માર્ગમાં આ ફેંક્યા પછીના ઉછળતા બૉલને બંધ કરવા જાય છે ને બીજી બાજુ નવા ભાવથી બૉલ નાખવાનું ચાલુ રાખે છે. એટલે પાછળ બંધ કરતો જાય ને આગળ નાખતો જાય. એ તો ક્યારે પાર આવે ? આપણે શું કરીએ છીએ કે (નવા) બૉલને નાખવાનું બંધ કરી દઈએ છીએ અને પછી જે પરિણામ (રૂપે) ઉછળે છે, તેને “જોયા કરવાનું કહીએ છીએ. આ પરિણામ તો “ડિસ્ચાર્જ સ્વરૂપે છે.
એટલા માટે મેં શાસ્ત્રો ઉડાડી દીધા. તું જ બંધ થઈ જાને. ‘તું કોણ છું' એ તને નક્કી કરી આપું. તારી લગામ તારા હાથમાં આપું છું. હવે તું ફરી નવા ભાવથી નાખતો બંધ થઈ જાને. અહીંથી ભાંજગડ મટે અને ખાલી જોયા જ કરજે, શું થાય છે તે ! એની મેળે બંધ થઈ જશે. બીજી કશી ભાંજગડ નહીં કરવાની.
આપણે અજ્ઞાનતામાં હોઈએ ત્યાં સુધી આ બૉલને ફેંકીએ, એના પરિણામને જાણીએ નહીં. હવે આપણને જ્ઞાન થયા પછી નવા ભાવથી બૉલ નાખવાનું બંધ કરી દીધું. પણ એને પહેલા ફેંકેલો એટલે એ ઉછળવાનો તો ખરો. પણ તે પછી આપણે ફેંક્યો તે એક જ પરિણામ આપણું. પચીસ-પચીસ વાર ઉછળે. પણ હવે તે બૉલ નાખવાનો બંધ કર્યો એટલે પેલું એની મેળે બંધ થશે જ! પરપરિણામ સમજ પડીને ? આ બૉલને કશું બંધ કરવાની જરૂર છે?
પ્રશ્નકર્તા: ના, એની મેળે બંધ થશે.
દાદાશ્રી : એને બંધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એનું નામ વ્યવહાર. જે પરપરિણામમાં છે, જે ડિસ્ચાર્જ રૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની છે. બીજો (કોઈ) ઉપાય જ નથી !