________________
૨૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સ્વમાં પરિણમશે તો આખાય જગતનું માલિકીપણું ધરાવશે. એક સ્વરૂપે અનંત સ્વરૂપને ભોગવશે. પરપરિણામ એ પરસતાધીત, જો રહે વીતરણ તો થાય બંધ
પ્રશ્નકર્તા એટલે વ્યવહાર આખો પર પરિણામ ?
દાદાશ્રી : હા, એ બધું જ પરપરિણામ છે ને પાછું આપણા હાથમાં નથી, પરાશ્રિત છે. આખો વ્યવહાર પરાશ્રિત છે. બાકી પરાશ્રિત વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ શી રીતે બંધ થાય ? જગત એને બંધ કરવા જાય છે. આપણું “અક્રમ વિજ્ઞાન” શું કહે છે તે તમને આ બૉલના દાખલા ઉપરથી સમજાવું.
આપણે આ બૉલ અહીંથી નાખીએ પછી આપણે કહીએ, “હેય. અહીંથી આઘો ના જઈશ હવે, નાખ્યો ત્યાં પડી રહેજે.” ત્યારે કહે, “ના, પછી એના પરપરિણામમાં જાય.” એટલે જેવો નાખ્યો હશેને, ત્રણ ફૂટ ઊંચેથી નાખ્યો હશે, તો પરપરિણામ બે ફૂટના આવશે અને જો દસ ફૂટ ઊંચેથી નાખ્યો હશે તો પરપરિણામ સાત ફૂટ આવશે. હવે એ પરપરિણામ, આપણે જો ફરીથી એમાં હાથ નહીં ઘાલીએ તો એની મેળે બંધ જ થઈ જવાના છે.
પ્રશ્નકર્તા પર પરિણામ સમજાયું, હવે આમાં પરિણામ કોને કહેવું તે સમજવું છે.
દાદાશ્રી : આપણા પરિણામથી (બૉલ) નાખવાનો ભાવ થવો, ત્યાંથી પછી હાથમાં આવ્યું તે પરપરિણામ. હાથથી નખાયું તેય પરપરિણામ. પણ આપણે નવો ભાવ બંધ કરી દો, એમ કહીએ છીએ.
પ્રશ્નકર્તા : એ ભાવ કેવી રીતે બંધ થાય ?
દાદાશ્રી : એ “જ્ઞાની પુરુષ'ને સોંપી દીધા એટલે એનાથી છૂટાય. તમે ભાવ મને સોંપી દીધા છે. દ્રવ્યકર્મ, નોકર્મ એ બધા પર પરિણામ છે, તે બધા મને સોંપી દીધા છે. હવે તમારે કશું લેવાદેવા નથી. તમે બધા