________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
જ્ઞાતી દેખાડે તિજધારા, પછી વર્તાય બન્ને ધારા જુદી
જ્ઞાની મળે એટલે નિજ પરિણામની ધારાની ખબર પડે. જેમ અંધારામાં કોઈ શિખંડનો પ્રસાદ આપે તોય તે ખબર પડે કે ખાટો છે કે મોળો, ચારોળી છે કે નહીં, ઈલાયચી છે કે નહીં, તેમ જ્યારે જ્ઞાની મળે ત્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે નિજધારા ખબર પડે અને તે સાથે પરપરિણામની ધારા પણ ખબર પડે.
૨૧૮
જેને સ્વનું ભાન નથી, તેની સ્વપરિણામની ધારા વહે તેનું (એને) ભાન જ નથી. પણ મેં તમને સ્વમાં બેસાડ્યા, તમોને ભાનમાં આણ્યા એટલે તમારી બન્નેવ ધા૨ા તમને જુદી વર્તાય.
શુદ્ધાત્માતા ભાતે થયા શુદ્ધ પરિણામી
આ તમને ‘અક્રમ વિજ્ઞાન’ને કારણે ચેતન પરિણતિ ઊભી થઈ છે. પહેલા ચેતન પરિણામ ને પુદ્ગલ પરિણામની બન્ને ધારાઓ ભેગી રહેતી હતી. દીવો સળગતો હોય પણ આંધળાને માટે શું ? જેને ‘હું શુદ્ધાત્મા છું’ અને ‘હું ચંદુલાલ નથી' એ વિભાજન નથી થયું, તેને નિરંતર પુદ્ગલ પિરણિત જ રહે. અને જેને વિભાજન થયું એ શુદ્ધ પરિણામી કહેવાય. શુદ્ધાત્મા નિજ પરિણામવાળો જ હોય.
બન્ને ધારા નિજ-નિજ રૂપે રહે એનું નામ જ્ઞાન. બન્ને ધારા પોતપોતાના સ્વભાવમાં જ રહે. જોનારી ધારા જોયા કરે, તે જોવાનું અને દૃશ્ય, દશ્યભાવને છોડે નહીં.
અચળ-અવિતાશી સિવાયતા બધા પરપરિણામ
પહેલા ચેતન અને જડ બન્ને પરિણામો ઉત્પન્ન થતા (અને તે) મારા લાગતા, હવે પરમાત્માપદ પ્રાપ્ત થયું તેથી સ્વપરિણામ અને પરપરિણામ ઓળખાય. જે પરિણામ ચંચળ અને વિનાશી હતા તે બધા પરપરિણામ. જે અચળ છે અને ચેતન છે તે સ્વપરિણામ. અત્યાર સુધી પરને પોતાના જાણી ચાલ્યા તેથી દુ:ખ ભોગવ્યા. હવે પરમહંસ થયો એટલે જ્ઞાન-અજ્ઞાન જુદું પડે.