________________
૨૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
બેઉ જુદું જુદું, આ પરપરિણતિ, આ સ્વપરિણતિ. આ ચરણવિધિમાં લખ્યું છે ને, તે પરિણતિ દેખાડવા માટે. આના પરથી પરિણામ ખબર પડે કે આ પરિણામ શાનું છે. એ સમ્યક્ જ્ઞાન કહેવાય.
પરપરિણતિને જુદી જોવી ત્યાં તપ આત્મા સિવાય બધું પરપરિણતિ છે અને સ્વપરિણતિમાં રહેવું તે જ જ્ઞાનનું લક્ષણ બધું. વિચાર આવવો તેય પર પરિણામ છે.
પરપરિણતિને જુદા રહીને ના જુઓ, તન્મયાકાર થાવ તો ચોથો પાયો (તપ) ઊડી જાય. હવે ચોથો પાયો (પાકો) કરવાનો છે. મન જે કરે તેને જોયા કરવાનું છે. મન નથી હેય કે ઉપાદેય.
તપ એટલે શું? મન દેખાડે તેને જોયા કરો તે તપ છે. અને તપ તો મહીં આવ્યા જ કરવાનું. તે ઘડીએ તપવું પડે મહીં થોડીવાર. જ્ઞાતાદ્રષ્ટા રહેવાય નહીં તે ઘડીએ તપ કરવું પડે.
ભગવાન હોય કે જ્ઞાની હોય તોય પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, આ ચાર પાયા સિવાય મોક્ષે કોઈ જઈ શકે નહીં. ચાર પાયા હોવા જોઈએ. તે ભગવાન જે તપ કરે એ તપ ગરમ ના હોય એ. એ તપ ઠંડું હોય, બાળે નહીં. તપ એટલે બાળવું. ભગવાનનું તપ ઠંડું હોય. એટલે એ તપને જો કદી આ લોકો આવું કહેતા હોય, તો આમની લખવામાં ભૂલ છે. એ તપ શું હોય છે ? જ્ઞાન, એટલે પહેલું “હું શું છું' એ ભાન. પછી દર્શન, એની પ્રતીતિ, કાયમ પ્રતીતિ રહે. પછી ચારિત્ર. ચારિત્ર એટલે તે રૂપે વર્તન થવું. જ્ઞાન-દર્શન છે અને તપ તો, પુદ્ગલ પરિણામને ‘હું કરું છું એવું ઉત્પન્ન ન થાય, એટલું જ એમણે જોયા કરવાનું, જાગૃતિ રાખવાની. ઊંઘ ના આવી જાય, એને તપ કહ્યું ભગવાને. એટલે જાગૃતિ ના જવી જોઈએ.
અમારું તપ અમને સંસારમાં ઘડીવાર ના રહેવા દે એવું તપ હોય. એક ક્ષણવાર સંસારમાં ટકવા ના દે અમને એ તપ અમારું. તપ એટલે હોમ ડિપાર્ટમેન્ટમાંથી ફોરેનમાં ક્યારેય પણ જાય નહીં. ફોરેનમાં જરાક મોટું ઘાલ્યું હોય તે પહેલા અંદર બૂમ મારે. એટલે હોમ અને ફોરેન