________________
(૮.૨) સ્વપરિણતિ-પ૨પરિણતિ
દેવું છે તે તો તમારે આપવા જવું પડે. એ તો દાવા માંડે મૂઆ. કોઈ વાણિયો હોય, કોઈ લુહાણો હોય, છોડે કે કોઈ ? અને એ છોડી જાય તોય પાછું ચાલે નહીં. એને આપી દેવા પડે.
૨૦૭
પણ આ સમયસાર પ્રાપ્ત થયો તે તેનું તો આપણને મનમાં એ થયા કરે કે હવે આ પૂરું કરીએ, સમયસાર. એ પૂરું થઈ જાય તો બહુ થઈ ગયું. આ તમને એક સમય થઈ ગયો છે, તેથી તો તમે મારી પાછળ પડ્યા છો કે આ અમને જે સમય થયો છે તે સર્વ સમય ક્યારે થાય ? અને મારે સર્વ સમય રહે છે.