________________
૧૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એક કર્તાપદ ને બીજું અકર્તાપદ, કર્તાપદમાં “હું ચંદુલાલ ને હું જ આ બધું કરું છું તે પરપરિણતિ ને તે અનંત અવતાર સંસારમાં ભટકામણ જ કરાવનારી છે ને બીજું અકર્તાપદ તે સ્વપરિણતિ. સ્વપરિણતિ મોક્ષમાં લઈ જાય. સ્વપરિણતિને ભગવાને “મોક્ષ' કહ્યો છે. એક અશુદ્ધ પરિણતિ ને તે પ્રસવધર્મી છે. તે નર્યા બચ્ચા જ જન્મ્યા કરે. અને બીજી શુદ્ધ તે સ્વધર્મી પરિણતિ, તે મોક્ષ તરફ પ્રગતિ કરે. બે જ પરિણતિ છે. શુભ-અશુભ બન્ને પુદ્ગલ પરિણતિ ઃ શુદ્ધ એ સ્વપરિણતિ
પ્રશ્નકર્તા: તમે બે જ પરિણતિ છે એમ કહ્યું, એક અશુદ્ધ ને બીજી શુદ્ધ પરિણતિ કહી, તો ત્રીજી શુભ પરિણતિ નહીં ?
દાદાશ્રી : શુભ અને અશુભ તે બધી પુદ્ગલ પરિણતિ છે અને શુદ્ધ ભાવ મોક્ષ છે. શુદ્ધ ભાવ તો એનું નામ કહેવાય કે ક્યારેય પણ જાય નહીં, અવિનાશી ભાવ. એ સ્વભાવભાવ છે, વિભાવભાવ નથી.
પ્રશ્નકર્તા ઃ અધ્યવસાયમાં શુભ-અશુભતા હોય ? અધ્યવસાયમાં શુભ અને અશુભ એવું ભેદાંકન હોય ?
દાદાશ્રી : હા, એ તો હોય. શુભ-અશુભ હોય જ. એ તો એમાં દીવા જેવી વાત. પણ આ પરિણતિ શુભ-અશુભ હોતી હશે ? પરિણતિ એટલે બે પ્રકારની પરિણતિ; એક પુદ્ગલ પરિણતિ છે અને એક આત્મ પરિણતિ છે. સ્વપરિણતિ અને પરપરિણતિ બે જ હોય.
જેને મોક્ષે જવું હોય તેને બે જ પરિણતિ છે; એક અશુદ્ધ પરિણતિ ને બીજી શુદ્ધ પરિણતિ. અશુદ્ધ પરિણતિથી સંસાર છે ને શુદ્ધ પરિણતિથી મોક્ષ છે.
સમક્તિીને જ “પરિણતિ' બોલવાનો અધિકાર પ્રશ્નકર્તા ઃ અમે એવું સાંભળ્યું હતું કે અશુભ પરિણતિ છોડો અને શુભ પરિણતિ કરો તો એ શું ? ?
દાદાશ્રી : આ અશુભ પરિણતિ છોડો અને શુભ પરિણતિ કરો,