________________
૧૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પરિણામ માને છે. એટલે પરપરિણામના માલિક આ લોકો. પોતાના પરિણામની ખબર જ નથી.
આ શરીરમાં આત્મા સિવાય બીજા જે પરિણામ થાય છે, તેને મારા જ પરિણામ છે માને તે પરપરિણતિ છે.
પ્રશ્નકર્તા: પરપરિણામ અને પરપરિણતિમાં શું ફરક ?
દાદાશ્રી : આ જે ચંદુભાઈ કરે એ બધું પરપરિણામ કહેવાય. એને ‘હું કરું છું એવું જો થાય તો પરપરિણતિ કહેવાય.
“માથું દુ:ખે છે' એ પરપરિણામ કહેવાય અને તેને “મને દુખ્યું એમ કહ્યું એને પરપરિણતિ કહી. જેણે સ્વપરિણતિ, સ્વપરિણામ જોયા નથી, તે પરપરિણતિ સિવાય બીજું શું જુએ ?
પરપરિણતિ એટલે, ઈટ હેપન્સ આ બધું થઈ રહ્યું છે, બીજી શક્તિ કરે છે, પરશક્તિ કરે છે ને પોતે માને છે “હું કરું છું.” આ કરે છે બીજો એટલે ઉદયકર્મ કરે છે, આ વ્યવસ્થિત કરે છે અને આ કહે છે કે હું કરું છું તે પરપરિણતિ. પારકાના પરિણામ પોતે કર્યા છે એવું બોલવું, આરોપ કરવો. પરદ્રવ્યના પરિણામ છે એ, તેને સ્વદ્રવ્યના પરિણામ માનવા એનું નામ પરપરિણતિ.
પ્રશ્નકર્તા: પરપરિણતિ ઉત્પન્ન કોણ કરે છે ?
દાદાશ્રી : પરપરિણતિ કોણ ઉત્પન્ન કરે છે ? જીવતો ઈગોઈઝમ. એ પરપરિણતિને સ્વપરિણતિ માને છે. અમે કહ્યું, પરપરિણતિને પરપરિણતિ માનો ને સ્વપરિણતિને સ્વપરિણતિ માનો.
પરતે પર તે સ્વને સ્વ માને એ સ્વપરિણતિ પ્રશ્નકર્તા અને સ્વપરિણતિ એટલે શું?
દાદાશ્રી : સ્વપરિણતિ એટલે પુગલના પરિણામને પરપરિણામ માનવા અને પોતાના પરિણામને પોતે પોતાના માનવા, એ સ્વપરિણતિ.