________________
(૭૨) લેપાયમાન ભાવો
૧૭૯
નહીં તો એને એમ લાગે કે હું લેપાયમાન થઈ ગયો. મને અડ્યું, હું અશુદ્ધ થઈ ગયો, કહેશે.
પ્રશ્નકર્તા: આપણે કોઈ માટે કંઈ અભિપ્રાય બાંધ્યો હોય અને એ માણસ આવીને ઊભો રહે તો અંદર બધા લેપાયમાન ભાવો ઊભા થઈ જાય, તો એ લેપાયમાન ભાવો એ જ બધો પૂજ-કચરોને ?
દાદાશ્રી ત્યારે બીજું શું? એ લેપે. લેપે એ લેપાયમાન ભાવો અને નિર્લેપ રાખે એ આ ઉપયોગ. આ તો બે-ત્રણ મિનિટ રહે. અમે બેઠા છીએ એવો ઉપયોગ કાયમ રહે નહીંને !
પ્રશ્નકર્તા એટલે મૂળ ઉપયોગમાં કોઈ પણ વસ્તુ રહેવા ના દે, એ બધો જ કચરો ?
દાદાશ્રી : હા, ઉપયોગમાં રહેવા ના દે એ કચરો. રહેવા દે એ કચરો ખલાસ થઈ ગયો છે. આપણે તો સાફ કરવાનું ના હોય, આપણે તો “જોવાનું ! અગર જે આવે તે “મારું સ્વરૂપ નહીં કહ્યું એટલે છૂટા. દુઃખ આવે, સુખ આવે, ક્રોધ આવે, બીજું આવે તોય પણ જે આવે તે મારું સ્વરૂપ હોય એવી જાગૃતિ રહેવી જોઈએ.
પ્રકૃતિને જોતાર લેપિત, તેતેય જોનાર તિર્લેપ આત્મા
પ્રશ્નકર્તા: તમે જે કહ્યું કે પ્રકૃતિને જોવાનું તો એ કયો ભાગ જુએ છે પ્રકૃતિને ? પ્રકૃતિના ગુણદોષ જે જુએ છે, તે જોનારો કોણ છે ?
દાદાશ્રી : એ જ પ્રકૃતિ છે. પ્રશ્નકર્તા પ્રકૃતિનો કયો ભાગ જુએ છે ? દાદાશ્રી : એ અહંકારનો, બુદ્ધિનો ભાગ. પ્રશ્નકર્તા: તો પછી આમાં મૂળ આત્માનું શું કામ છે ? દાદાશ્રી : મૂળ આત્માને લેવાદેવા નહીંને ! પ્રશ્નકર્તા મૂળ આત્માનું જોવા-જાણવાનું કઈ રીતનું હોય?