________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : એ ના થાય એનો વાંધો નહીં. વેદના થાય એ જોયા કરીએ એમાં બધું આવી ગયું. ચરણવિધિ, સામાયિક બધું આવી ગયું. પ્રશ્નકર્તા : દાદા, સ્વભાવ પછી ચીડિયો થઈ જાય.
૧૭૦
દાદાશ્રી : કોનો સ્વભાવ ચીડિયો થઈ જાય ? ચીડિયો થાય તેય આપણે જોયા કરવાનું. જો ચીડિયો થયોને, કહીએ.
પ્રશ્નકર્તા : કોઈ કશું બોલેને તો આમ સહન ના થાય.
દાદાશ્રી : કોને સહન ના થાય પણ ? સહન ના થાય તેને જોવાનું આપણે. કઈ જાતનું બોલે છે ?
પ્રશ્નકર્તા : એટલે હું શું કહેવા માગું છું દાદા, કે આ અંદર સળગતું હોય તો એમ થાય કે ફાયદો થવાને બદલે આવું બધું દેખાય છે. આવા બધા પરિણામો આવે છે એટલે કંઈક ભૂલ થાય છે ને ?
દાદાશ્રી : આ જ ભૂલ થઈ રહી છે. આમ થઈને પાછો એનો એ જ થઈ જઉ છું. અંદર સહન ના થાય ને ફલાણું ના થાય ને ચેન ના પડેને પણ શું વાંધો, આત્માને ચેનની જરૂર જ નથી. સહન કરવાનુંય આત્માને હોતું જ નથી. શુદ્ધાત્મા શુદ્ધ જ છે. આવું તેવું બધું કશું છે જ નહીં. આ બધાનો એ જ્ઞાતા-દ્રષ્ટા છે. જે બધું આ થઈ રહ્યું છે તેનો જ્ઞાતાદ્રષ્ટા છે. આ તો બધા લેપાયમાન ભાવો કહેવાય. એને ખાલી જોવાજાણવાના જ છે. જોયું-જાણ્યું એટલે સંયમ પરિણામ થયું ને પછી સંયમ ચારિત્ર થાય.
લેપાયમાત ભાવોમાં તપ થતા, રહેવાય જ્ઞાતા-દ્રષ્ટા
પ્રશ્નકર્તા : આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે છે તો જ્યારે બહારના ભાવો આવે, મહીંના મનના બધા ભાવો આવે, તે વખતે આત્મા કેવી રીતે જ્ઞાતા-દ્રષ્ટા રહે છે ? તે વખતે જ્ઞાતા-દ્રષ્ટાની એની અવસ્થા કેવી હોય ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા એટલે અત્યારે આપણે કંઈક ટેક્ષીમાં જવા તૈયારી કરીએ ને રસ્તામાં કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય પછી