________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
કે મેં જે તને આપ્યો છે એ શુદ્ધાત્મા કેવો છે ? વીતરાગોએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, જે કેવળજ્ઞાન સ્વરૂપ છે, જે હું અનુભવી રહ્યો છું અને એ જ મેં તને આપ્યો છે. અને તને આપ્યો છે તે કેવો છે ? ત્યારે કહે છે, મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ છે, બિલકુલ નિરાળો એવો આત્મા છે.
૧૫૫
હું શુદ્ધાત્મા એટલે શુદ્ધ જ. મને લેપ અડે જ નહીં. સંગ અડે જ નહીં એવો અસંગ. માટે શંકામાં પડશો નહીં કે મને સંગ અડ્યો છે. કારણ કે અસંગીને સંગ કેમ અડે ? છતાં શંકા ઉત્પન્ન થઈ તો ભગવાન શું કહે છે ? તને શંકા પડી એ જ બતાવે છે કે આત્મા હાજર છે. માટે તું નિઃશંક જ છું. એવું આ અવિરોધાભાસ, વીતરાગી વિજ્ઞાન છે.
માર ખાતા જ પોતે પેસે શુદ્ધાત્માતી ગુફામાં
પ્રશ્નકર્તા : અમે દેહના સંગથી અસંગ થયા, તો દેહના કર્મો કેટલા ભોગવવા પડે ?
દાદાશ્રી : દેહનો સંગ તો તીર્થંકરોનેય રહે. એમનેય (મહાવીર ભગવાનને) કાનમાં ખીલા ખોસાયા તેય વેદવા પડ્યા, એય હિસાબ છે. દેહનું આયુષ્યકર્મ હોય તે પૂરું કરવું પડે, પછી મોક્ષે જવાય. દેહમાં રહેવા છતાંય અસંગ અને નિર્લેપ રહેવાય એવું વીતરાગોનું વિજ્ઞાન છે !
પ્રશ્નકર્તા : દાદા, તો જ્યાં સુધી શરીરની અસર અહંકારને લાગે ત્યાં સુધી એ જેટલું છૂટું પડવું જોઈએ એટલું છૂટું પડ્યું નથી, એ એક થર્મોમિટર (માપદંડ) ખરુંને ?
દાદાશ્રી : અહંકાર આમાં છે જ ક્યાં તે ? આ તો મરેલો અહંકાર. મરેલા અહંકારની મૂછો ના હાલે ? પવનથી મૂછો હાલે એ જીવતો કહેવાય નહીં, મરેલો અહંકાર છે.
પ્રશ્નકર્તા ઃ મરેલો ખરો પણ શરીરની અસરો એને અનુભવમાં તો આવેને ? આજે મને કોઈ લપડાક મારે તો મને અનુભવમાં તો આવેને કે મને કોઈએ માર્યું.