________________
૧૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
શકે ? ત્યારે કહે છે, કે એ આત્મા વિષયથી જુદો છે, બધાથી જુદો છે. આત્મા સૂક્ષ્મ છે બિલકુલ, અને આ જે વિષયો છે તે સ્થૂળ સ્વભાવના છે. બેઉને કોઈ દહાડોય મેળ પડ્યો નથી. એ જ્ઞાની પુરુષ જાણે, પણ એ ફોડ પાડે નહીં. તીર્થકરો ફોડ પાડે નહીં. તીર્થકરો જો ફોડ પાડેને, તો લોકો દુરુપયોગ કરે. અમે ફોડ પાડીએ તે ગુપ્ત રીતે, આટલામાં જ અમુક જ માણસો માટે. નહીં તો પછી એનો દુરુપયોગ ચાલે. સૂક્ષ્મ સ્વભાવનો છે, હવે કશો વાંધો નથી. તે ભૂત પેઠું પાછું !
આપણે તો પોલીસવાળો પકડે અને તમે માંસાહાર ના કરતા હોય તોય તમને ત્રણ દહાડાથી ખાવાનું ના આપે ને કહેશે, માંસાહાર કરો. તો એ માંસાહાર કરવું પડે, તો તે તમને ગુનેગાર તરીકે નોંધવામાં ના આવે. કારણ કે પોલીસવાળાના આધારે તમારે કરવું પડે છે. એવું કર્મોના દબાણથી આ ક્રિયા થયા કરે છે. તેમાં આ સ્થૂળ ક્રિયા છે, તમે સૂક્ષ્મ છો, પણ જો આ જ્ઞાન તમારા મનમાં રહે કે આત્માને કશું અડતું જ નથી, તો ઊંધું કરી નાખે. એટલે અમે આવું બહાર ના પાડીએ કે આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે. વિષયોથી ડરો એમ કહીએ. વિષયો એ વિષ નથી, પણ નીડરતા એ વિષ છે. નીડરતા, મને કંઈ વાંધો નથી હવે, એ સંપૂર્ણ જ્ઞાની થયા પછી, એને અનુભવ જ્ઞાન થાય ત્યાર પછી. આ તો અમે તમને ફોડા પાડવા સમજણ પાડીએ.
આત્મા કોઈ વસ્તુને સ્પર્શ કરે એવો છે જ નહીં, અસ્પૃશ્ય છે. એ નિર્લેપ જ છે, કાયમને માટે અસંગ જ છે, પણ એ સમજમાં બેસ્યા વગર કામ ના લાગે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ.
શુદ્ધાત્માપદ ઃ અસંગ - તિર્લેપ - નિઃશંક હવે તમારું શુદ્ધાત્માપદ ક્યારેય લેપાયમાન ના થાય એવું છે, ને ચંચળતા અડે નહીં. કારણ કે લક્ષ બેઠું છે. નિર્લેપ, અચળ આત્મા પ્રાપ્ત થાય તો જ લક્ષ બેસે, બાકી એમ ને એમ બોલે તો કશું વળે નહીં.
આ આપણું સાયન્સ છે ને, તેથી આપણે એમ કહીએ છીએને કે હવે તું શુદ્ધાત્મા છું અને સંસારમાં રહ્યો છું, તેની શંકા ના કરીશ. કારણ