________________
૧૫ર
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સાથેની જવાબદારી ? જવાબદારી તો ના લે પણ આ પરિણામ બદલાય નહીંને ! પરિણામ બદલાય છે તે જોયું છે ને આપણે ?
પ્રશ્નકર્તા ઃ હા, બદલાય છે.
દાદાશ્રી : કેવડી મોટી જોખમદારી આ ! વિષય તો સંયોગ કરે છે એ જોયા કરવાનું અને એકવાર મનમાંથી નીકળી ગયું. તે ભાવમાંથી નીકળી ગયું કે તે મારું સ્વરૂપ નહોય ને મારે જરૂરેય નથી.
“મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ જ છું.” આ જ્ઞાન તમને હાજર રહ્યું તો સંગી ક્રિયાય કોઈ નડે એવી નથી. એક્કેક્ટલી છે, આ વિજ્ઞાન છે. આ તો તમને યાદ રહ્યુંને એટલે, નહીં તો તો સ્ત્રી સાથે કંઈ આ જ્ઞાન અપાતું હશે ? સ્ત્રી સાથે તો નવમું ગુંઠાણું ઓળંગે નહીં. તે તમારે પણ વ્યવહારથી તો નવમું ઓળંગાય જ નહીં.
જ્યાં સુધી સ્ત્રીનો પરિગ્રહ બંધ ના થાય, ત્યાં સુધી વ્યવહાર તમારો નવની ઉપર ના ચડે. આમ બારમું પેલું (નિશ્ચયથી) રહે છે. અહીં અંદર શાંતિ રહે છે, ઠંડક રહે છે. હવે કર્મ બંધાશે નહીં.
હવે જગત આ ના સમજે અને કહે છે, વિષય થઈ ગયો, ચોંટી ગયું. એ અજ્ઞાન ચોંટે છે. અજ્ઞાની વિષય ન કરે તોય ચોંટે વિષયથી અને (આપણા જ્ઞાન પામેલા) જ્ઞાની વિષય કરે તોય ના ચોટે. જ્ઞાનીઓને માટે એ બધું જુદી જાતનું છે, એ નિર્જરાનું કારણ છે. અજ્ઞાનીને વિષય બંધનું કારણ છે અને જ્ઞાનીને વિષય નિર્જરાનું કારણ થાય છે. માટે એને નોકષાયમાં ગણવું પડશે. નોકષાય એટલે નહીં જેવા કષાય, નહીંવતું. કારણ કે એને એમાં પરાણે પડવું પડે છે. જેમ ગાડીમાંથી પડી જાય, એવી રીતે કરવું પડે છે. ગાડીમાંથી જાણીજોઈને કોઈ પડતું હશે ? ભય છે ને, એને પણ નોકષાય કહ્યો. કારણ કે ભય લાગે ને શરીર ધ્રુજી જાય. પણ એ સંગી ચેતનાનો ભય છે, આત્માનો ભય નથી. એવું વિષય એ સંગી ચેતનાનું છે. સ્ત્રી સંગમાં છે આત્મા અસંગ, પણ થયો શોખ તો જોખમ
આ આત્મા મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી અસંગ જ