SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૬.૨) અસંગ ને નિર્લેપ કેટલાકને ના ઊતરે અને કોઈને ઊતરે. તેથી કંઈ એનો ગુનો નથી, પણ અંદર નથી ઊતર્યો. કારણ કે આ જે ચેતના છે ને, એ સંગી ચેતના કહેવાય છે. પણ હવે એ શાનો સંગી થાય ? અસંગીનો સંગી. અસંગ છે એનો આ સંગી. ૧૫૧ વિષય એ સંગી ચેતના, તેતાથી ‘હું જુદો' કહ્યું અક્રમમાં ક્રમિક માર્ગમાં તો એમ કહે કે આપણે સંસારી છીએ, મોક્ષ શી રીતે થાય ? આપણે તો સમકિતૈય ના થાય. એ સ્ત્રી રહી, છોકરાં રહ્યા, વિષયો રહ્યા. એ તો કહે સાહેબ, હું તો સ્ત્રી પૈણેલો. આ તો મેં (વિષય) ભોગવ્યો ત્યારે આ શું કહે છે ? એ બધી સંગી ચેતના છે, તેનાથી ‘હું' જુદો છું. એટલે શું થઈ રહ્યું છે એને તું જાણ. તે પણ આ આપણું અક્રમ વિજ્ઞાન જ એક આટલું કરી શકે. બીજે બધે પેલા રસ્તે ના કરી શકે. એટલે બીજે એમણે છોડવું જ પડે. એટલે આપણે છૂટ આપેલી. અને ડિસ્ચાર્જ છે એટલું જ થશે, બીજું થવાનું નથી. એને (ચાર્જ) બંધ કરી દીધું. નહીં તો સ્ત્રીસંગ હોય ને મોક્ષ થાય, એ બે સાથે ના બને. આ જગત આખું સંગવાળું છે. લોકોએ ડરીને એમ કહ્યું, કે આ વિષયથી જ બંધન છે, તે અમારો જોયેલો આત્મા જુદી જાતનો જોયો છે, અસંગ જ છે. તેથી તો અમે કહ્યું છે, ‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું’ એટલું ભાન રહેવું જોઈએ. આપણે જે છીએ તે ભાન રહેવું જોઈએ. જ્ઞાતદૃષ્ટિએ વિષયને પણ ગણ્યો તોકષાય આ સંગી ક્રિયા છે એમાં ખરેખર આત્મા છે જ ક્યાં ? આ લોકોને સમજાયું નથી. તે આ મેં મારા વિજ્ઞાનમાં શું શોધખોળ કરી છે ? મનવચન-કાયાની તમામ સંગી ક્રિયામાં હું તદ્દન અસંગ જ છું. જે આ જ્ઞાન હાજર રાખે, એટલે ‘અસંગ જ છું’ એવું એ જ્ઞાન હાજર રાખીને જો કરતો હોય તો વાંધો નથી અને ખરેખર અસંગ જ છે. હું જાતે જોઈને બોલ્યો છું. આ બધે અસંગ છે એવું આ જગત સમજે નહીંને ! સમજવાનુંય નથી ક્યારેય. નહીં તો આવી જવાબદારી કોઈ લેતું હશે કે ? સ્ત્રી (પત્ની)
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy