________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧૩૭
પ્રશ્નકર્તા: આ વિકલ્પ શમી ગયા પછી પણ એને પોતાનું દૈનિક જીવન તો ગાળવાનું રહે છે જ ને ?
દાદાશ્રી: એ તો બધું એની મેળે જ ચાલે એવું છે આ જગત. આ તો વિકલ્પો કરે છે કે “હું ચલાવું છું. એટલું જ. જગત એની મેળે જ ચાલ્યા કરે છે. આ તો વિકલ્પો, અહમ્, ઈગોઈઝમ કરે છે ખાલી. અને
જ્યાં વિકલ્પો શમી ગયા એ છેલ્લું પદ કહેવાય, પૂર્ણત્વ પ્રાપ્ત થયું કહેવાય.
જ્ઞાતીતા પરમાણુ અસંગતા ઉત્પન્ન કરાવે મહાત્માને
પ્રશ્નકર્તા: આપે કહ્યું, જ્ઞાની અસંગ ને નિર્લેપ છે, તો પછી એમના દેહને અસર થાય ?
દાદાશ્રી : અસર થયા વગર રહે નહીંને ! આય પરમાણુનું બનેલું શરીર છે અને આય પરમાણુનું. પણ આ પરમાણુ બધે જ છે. જે અસર થાય એવા પરમાણુ હતા તે બધા નીકળી ગયા છે હવે. પવિત્ર પરમાણુ થતા થતા થતા થતા પછી અસંગ પરમાણુ થાય. આપણને અસંગતા ઉત્પન્ન કરે એવા પરમાણુ. એટલે એમની જોડે જો લાભ મળે બરાબરનો, તો આપણે ભૂલી જઈએ બધું, વિચારો જ ભૂલી જઈએ. સ્થળ ભેગા થઈએને તે અંદરનું બધું, સંસાર બધો ભૂલાડી દે. જ્ઞાતી-વીતરાગ પ્રત્યેના પોતાના ભાવ થાય સો ગણા રિટર્ન
પ્રશ્નકર્તા : જ્ઞાની અસંગ હોય તો એમને કોઈ પણ જાતની વ્યવહારની લેવાદેવા નહીં હોય, તો હવે નમસ્કાર કરીએ તો એ કેવી રીતે સ્વીકારે ?
દાદાશ્રી : સ્વીકારે નહીં, એ તો વીતરાગ. રિટર્ન વિથ થેંક્સ. જો એક ગાળ બોલું તો સો ગાળો થઈને પાછી. એક નમસ્કાર કરું તો સો નમસ્કાર થઈને પાછા. તારી જે ભાવના ઈચ્છા છે, સો ગણી થઈને પાછી મળે. એક કાંકરી મારું તો સો કાંકરી પાછી, રિટર્ન વિથ થેંક્સ.
પ્રશ્નકર્તા: હંડ્રેડ ટાઈમ્સ (સો વખત) ?