________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : જગત જીતવું સહેલું છે પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે.
૧૩૨
દાદાશ્રી : જગતમાં જીતવું સહેલું છે પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે. હવે એ તમને જ્ઞાન આપીએ ત્યારે અસંગ રાખીએ છીએ.
પ્રશ્નકર્તા ઃ અસંગ રાખો છો, બરાબર છે.
દાદાશ્રી : હા, એક સમય જ, વધારે નહીં.
દાદાકૃપાએ મહાત્માઓ હઉ વર્તે તિરંતર અસંગપણે
હવે એ અસંગમાં તમે કેટલો સમય રહેતા હશો બધા ? પ્રશ્નકર્તા ઃ નિરંતર !
દાદાશ્રી : નિરંતર અસંગ રહો છો. હું તો નિરંતર અસંગમાં રહું છું પણ આ (મહાત્માઓ) હઉ નિરંતર અસંગમાં રહે છે. હવે આ સંસારમાં સંગમાં રહેવું અને અસંગ રહેવું તે એક સમય પણ, એક મિનિટ પણ અસંગ રહી શકે નહીં કોઈ માણસ. આ તમને તો મેં કાયમના અસંગ બનાવ્યા. તેથી તમને કર્મ અડતા નથી. હું તો થયો તે થયો પણ તમને હઉ બનાવ્યા.
કૃપાળુદેવે શું કહ્યું ? કોને કોને વશ થાય ? શું ગુણો હોય ? તો કહે પળનો નાનામાં નાનો ભાગ એટલું જો કદી અસંગપણે વર્ત્યા આ જગતથી તો, આખા ત્રિલોકને વશ કરવા કરતા એ કઠિન છે, કહે છે. અને આ દાદા તો નિરંતર (અસંગ) રહે છે. હું કહું છું, કે ભગવાન મને વશ થઈ ગયેલા છે, ચૌદ લોકનો નાથ વશ થયેલો છે. અમથા હાથ અડાડી જશોને તોય કલ્યાણ થઈ જશે. આખી દુનિયાનું કલ્યાણ કરવા નીકળ્યા છીએ.
સંગી ક્રિયાઓને પોતાની માનવાથી છે બંધત
પ્રશ્નકર્તા ઃ મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી હું તદ્દન અસંગ છું, એ વધારે સમજાવશો.