________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧૩૧
તમામ સંગી ક્રિયામાં અસંગ તો આપણે જ કહ્યુંને ! કોઈ જગ્યાએ કહે નહીંને ! કોઈ જગ્યાએ બોલે નહીં કે આત્મા આવો છે, સંગી ક્રિયામાં અસંગ છે. કોઈ પુસ્તકોમાંય ના હોયને ! આપણા આ બધા વાક્યો જોઈને સજજડ થઈ જાયને લોકો ! અમે જેમ જોયો છે તેવો કહ્યો છે. તે તો રૂપ બતાડી શકાય નહીં પણ શબ્દોથી, આ સંજ્ઞાથી તમને સમજાવી દઈએ. કોઈ શાસ્ત્રમાં જડે નહીં આ વાક્યો ! આગવું સંપાદન છે ! મૌલિક છે.
ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ, અસંગપણું
પ્રશ્નકર્તા : (શ્રીમદ્ પત્ર-૨૧૩) “એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે.” એવું કહ્યું છે એમણે.
દાદાશ્રી : એક સમય પણ ! એટલે આ આંખની નિમેષ બદલાય છે એટલી વખત આ જગતમાં કોઈ અસંગ રહી શકેલો નહીં, એક સમય પણ. તેને શું કહે છે ?
પ્રશ્નકર્તા : “એવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે.”
દાદાશ્રી : ત્રિકાળ અસંગ છે. કૃપાળુદેવ જ અસંગ રહી શકેલા, તેય થોડાઘણા. અને તે જ સમજી શકે કે આ ત્રિકાળ રહેતા હશે, તેમની કેવી દશા હશે ?
પ્રશ્નકર્તા: ‘તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્ પુરુષના અંતઃકરણ, તે જોઈ પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.”
દાદાશ્રી : હા, ખરું કહે છે.
પ્રશ્નકર્તા: ‘ત્રિલોકના નાથ વશ થયા છે જેને એમ છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. એવા સત્ પુરુષને અમે ફરી ફરી તવીએ છીએ.”
દાદાશ્રી : હા, એવા સત્ પુરુષને અમે ફરી ફરી સ્તવન કરીએ છીએ. એક સમય પણ અસંગપણું રહેવું...!