________________
૧૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સ્વભાવનું છે અને ક્રોધ-માન-માયા-લોભ ગ્ર-લઘુ સ્વભાવના છે. એટલે પુગલની જોડેય મેળ નથી. પેલાનો સ્વભાવ જુદો, આનો જુદો. એ વ્યતિરેક ગુણો થયા છે. વ્યતિરેક ગુણો ગુરુ-લઘુ સ્વભાવના હોય.
આપણે આ વિકારી પુદ્ગલથી છૂટા થવાનું છે. માટે આપણે કહ્યું આ બધું ગુરુ-લઘુ સ્વભાવનું છે, અને હું અગુરુ-લઘુ સ્વભાવનો છું.
આ વિભાવિક) પુદ્ગલ તત્ત્વ ચંચળ છે.
આ બધું પુદ્ગલ સચળ છે ને મિકેનિકલ છે અને આત્મા અવિચળ છે, અચળ છે. જે ચંચળ ભાગ છે એ જ અનાત્મા અને અચળ એ જ આત્મ ભાગ છે. ચંચળ લઘુ-ગુરુ થયા કરે. પણ આત્મા અગુરુલઘુ સ્વભાવવાળો છે. ચંચળ બધું જ જ્ઞય છે અને અચળ જ્ઞાતા છે. જ્ઞાતાશેયનો સંબંધ છે, બીજો કશો જ સંબંધ નથી.
પોતાના અગુરુ-લધુ ગુણને લીધે પોતે જુદો
આ પુગલ પરમાણુ જે છે ને, એ વધઘટ થાય જ નહીં. જેટલા છે એટલા ને એટલા જ રહે. દુનિયામાં ગમે એટલા માણસોને બાળો-કરો, ગમે તે કરો તો એની વધઘટ ના થાય. એક પરમાણુ વધે નહીં, ઘટે નહીં. એ પુદ્ગલેય અગુરુલઘુ છે. પણ આ વિભાવિક પુગલ ગુરુ-લઘુ છે. તે આપણે ઓળખવા માટે આવ્યું છે કે આ ગુરુલઘુ છે. એ આપણું પદ નથી. આપણે અગુરુલઘુ છીએ. માટે જે વધઘટ થાય ત્યાંથી તે આપણું હોય.
આ જે વિભાવિક પુગલ ઊભું થયું છે, વિશેષ પરિણામી પુદ્ગલ, તે બધું જ વિકૃતિવાળું છે. એ બધું જ લઘુ-ગુરુ હોય છે.
પ્રશ્નકર્તા: એ વધ-ઘટે પણ આત્મા તો અગુરુલઘુને ? દાદાશ્રી : આત્મા અગુરુ-લઘુ. પ્રશ્નકર્તા : એ ગુણ, એનાથી (એને લઈને) જુદો પડે. દાદાશ્રી : એ જ ગુણથી તેને લીધે) એ પોતે જુદો છે. આપણું