________________
૧૦૯
(૫) અગુરુ-લઘુ
પ્રશ્નકર્તા પુદ્ગલાસ્તિકાય સિવાય જે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયઆકાશાસ્તિકાય એમાં પણ ગુરુ-લઘુ જેવું છે ?
દાદાશ્રી : એવું છે ને, મૂળ તત્ત્વ હોય, તેને જ અગુરુલઘુ કહેવાય. અને મૂળ તત્ત્વના જ્યારે પર્યાય, અવસ્થા થાય ત્યારે ગુરુ-લઘુ થાય. એટલે દરેકને ગુણેય હોય અને પર્યાયે હોય.
પ્રકૃતિ એ વિકારી સ્વરૂપ, ગુરુ-લધુ સ્વભાવતી
પ્રશ્નકર્તા: દાદા, આ પરમાણુ અગુરુલઘુ અને પુદ્ગલ, પ્રકૃતિ એ ગુરુલઘુ વિશે જે વાત કહી તે વધારે સમજાવશો ?
દાદાશ્રી : હવે એ જે આ પ્રકૃતિ છે તે દ્રવ્ય નથી ગણાતું, આ વિકારી સ્વરૂપ છે. એટલે એ ગુરુલઘુ સ્વભાવનું છે. જો ગુરુ-લઘુ સ્વભાવનું ના હોયને અને એ જો અગુરુ-લઘુ સ્વભાવનું હોતને તો કોઈને છૂટત જ નહીં. તત્ત્વ જ અહીં સમજવાનું છે. ખરું સ્વરૂપ જ અહીં સમજવાનું છે. અને આમેય હિસાબ કાઢતા, ક્રોધ-માન-માયા-લોભનો હિસાબ કાઢી લઈએ, તો વધઘટ થાય છે કે નથી થતા ?
આ તો ક્રોધ કેટલો બધો) વધી જાય અને પાછો ઘટે ત્યારે એટલો જ ઘટી જાય. એ અગુરુલઘુ સ્વભાવમાં આવે નહીં. આ વિકૃત સ્વભાવ છે. બાકી છયે દ્રવ્યો બધા અગુરુલઘુ સ્વભાવના છે પણ આ પ્રકૃતિ એ વિકારી સ્વભાવ છે. વિકારી વસ્તુ. હવે વિકારી વસ્તુ ગુરૂ-લઘુ સ્વભાવની છે પાછી. એટલે રાગ-દ્વેષેય ગુરુ લઘુ સ્વભાવના છે. હવે ગુરૂ-લઘુ સ્વભાવવાળી વસ્તુ જો આત્માની કહેવામાં આવે તો ભયંકર ભૂલ છે. તો તો પછી જાય જ નહીં કાયમ. જો એના અન્વય ગુણો ગણવામાં આવે, તો ક્યારેય ના જાય. એટલે આત્માની હાજરીથી ઉત્પન્ન થનારા ગુણ છે.
ક્રોધ-માન-માયા-લોભેય ગુરૂ-લઘુ છે, એ વધ-ઘટે અને આત્મા અગુરુ-લવુ. આ બેનો મેળ પડે નહીં. બેનો ગુણધર્મથી જ મેળ નથી. પુદ્ગલનોય, એટલે મૂળ સાચું પુદ્ગલે પરમાણુ સ્વરૂપે અગુરુ-લઘુ