________________
(૫) અગુરુ-લઘુ
૧૫.
દાદાશ્રી : સમકક્ષા કહેવાય, સમકક્ષી.
પ્રશ્નકર્તા : આત્માની બાબતમાં અગુરુલઘુ સમજી શકાય પણ આપ કહો કે પરમાણુ જે છે, એ પરમાણુય અગુરૂ-લઘુ, એ કેવી રીતે બને ?
દાદાશ્રી : હા, એય અગુરુલઘુ.
પ્રશ્નકર્તા: કારણ કે પરમાણુની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ એટમ છે કે જે કંઈ અણુ છે, એનું વિભાજન કરતા કરતા કરતા કરતા પછી વિભાજન ના થાય ત્યારે એ પરમાણુ કહેવાય.
દાદાશ્રી : હા, એ પરમાણુ કહેવાય.
પ્રશ્નકર્તા તો એ લઘુ ખરું પણ અગુરુ-લઘુ કેવી રીતે કહેવાય ? અગુરુલઘુ એ કેવી રીતે બને છે ?
દાદાશ્રી : એવું નહીં, અગુરુ-લઘુ એટલે ગુરુયે નથી અને લઘુયે નથી. આ મૂળ તત્ત્વ જે છે એને ફક્ત પરમાણુ જ કહેવાય છે. પરમાણુ છે તે તેમાંથી જે તત્ત્વો (જલ, પૃથ્વી, વાયુ, તેજ) છે તે બીજા વિકારીભાવને પામેલા હોય. તે પછી અણુ થાય, પછી મોટો આવડો પથરો થાય, બધું થાય, એ બધા ગુરુ-લદ્યુવાળા.
જેટલા છ તત્ત્વો છે એ બધાય અ-લઘુ છે, મૂળ તત્ત્વ. મૂળ તત્ત્વ આપણને પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવતા નથી. એટલે આ જગતમાં જે જે દેખાય છે તે બધું જ ગુરુલઘુ. હા, ઈન્દ્રિયગમ્ય તે બધુંય ગુરુ લઘુ.
અને આત્મા અને પરમાણુ સિવાયના બીજા તત્ત્વો છે તે પણ અગુરૂ-લઘુ સ્વભાવના છે અને તે ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણ કહે છે ને, તે અગુરુલઘુ સ્વભાવને લઈને છે. બધા અગુરુલઘુ સ્વભાવવાળા છે ને ટંકોત્કીર્ણ ભાવે રહેલા છે.
પૃથ્વી, પાણી, તેજ, વાયુ એ ગુરુ-લઘુ છ વસ્તુ છે આ જગતમાં, એ હું ગેરેન્ટીથી કહું છું. છ વસ્તુઓ