________________
[૫]
અગુરુલઘુ ગુણો ઃ પુદ્ગલતા ગુરુલઘુ, આત્માતા અગુરુલઘુ પ્રશ્નકર્તા: આત્માના ગુણો અગુરુલઘુ છે તે સમજાવો.
દાદાશ્રી : આત્માના ગુણો જે છે ને એ અગુરુ-લઘુ સ્વભાવના છે. વધે નહીં, ઘટે નહીં. એનો પરમાનંદ નામનો ગુણ છે. જરાય વધે નહીં, ઘટે નહીં. જ્ઞાન નામનો ગુણ છે તે જરાય વધે નહીં ઘટે નહીં. દર્શન નામનો ગુણ જરાય વધે નહીં, ઘટે નહીં. અગુરુ-લધુત્વ, વધઘટ ના થાય. વધઘટ થવી એનું નામ બ્રાંતિ, એનું નામ પુદ્ગલ.
ગુરુ-લવું એટલે ગોત્રકર્મ ઊભા થયા. ઉચ્ચ-નીચ થાય બધું ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર બધું એ ગુરુ-લઘુ. ગોત્ર લઘુ-ગુરુ કરે અને અગોત્ર અલઘુ-ગુરુ કરે.
જે વધઘટ થાય છે તે બધું જ અનાત્મા છે અને જે વધઘટ નથી થતું એ જ આત્મા.
આપણે આ પુદ્ગલ જે છે ને, આપણું શરીર છે ને, જે પુગલને આપણે છોડી દેવાના છીએ, એ ગુરુ-લઘુ સ્વભાવનું છે અને આપણે અગુરુલઘુ સ્વભાવના છીએ. આપણે આ વિકારી પુદ્ગલથી છૂટા થવાનું છે. માટે આપણે કહ્યું આ બધું ગુરુ-લઘુ સ્વભાવનું છે, અને હું અગુરુલઘુ સ્વભાવનો છું.